Fri. Oct 11th, 2024

રાજકોટ – રાજયને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મોટો ઘટસ્ફોટ ખુલાસો થયો છે જેમાં, આરોપી અને પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. લાંચીઓ, ભ્રષ્ટ અધિકારીની કાળી કમાણીનો વધુ એક પટારો છતો થયો છે. રાજકોટ અસીબી એ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની સીલ કરેલ ઓફિસમાં તપાસ કરતા રૂ. ૫ કરોડની રોકડ અને ૧૫ કિલો સોનું મળી આવ્યું છે. હજુ પણ તપાસ ચાલી રહી છે અને અનેક લોકરની ચકાસણી બાકી છે. ત્યારે વધુ અનેક ચોંકાવનારા ખુલાસા થશે એવી વકી છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે આ કેસમાં વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન, ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી અને પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં સતત મસમોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અસીબી દ્વારા આરોપી સાગઠિયાને સાથે રાખી તેની સીલ કરેલી ઓફિસમાં ગત રાતથી તપાસ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન, સાગઠિયાની ઓફિસમાંથી રૂ. ૫ કરોડની રોકડ અને ૧૫ કિલો સોનું (ગોલ્ડ) મળી આવ્યું હોવાની માહિતી છે. ઉપરાંત, હજી સુધી રાજકોટ એસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને કેટલાક લોકરની ચકાસણી પણ બાકી છે. આથી, આ લોકર્સની તપાસમાં પણ મસમોટી રકમ મળે તેવા એંઘાણ છે. માહિતી મુજબ, આરોપી સાગઠિયાનું ઓફિસ અગાઉ સીલ કરાયું હતું અને હવે તેની તપાસ ચાલી રહી છે.

Related Post

Verified by MonsterInsights