Mon. Dec 23rd, 2024

અમદાવાદથી દ્વારકા જતા પરિવારની બસને ચોટીલા પાસે નડયો અકસ્માત,ર0 લોકો ઘાયલ

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગરના અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે ગત રાત્રે ચોટીલા પંથકમાં અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર સર્જાયો જવા પામ્યો છે જ્યારે આ અકસ્માતમાં 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ થવા પામી છે જ્યારે તેમને સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ચોટીલા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ અને હાઈવે ઉપર અકસ્માત સર્જાયેલા વાહનો સાઈડમાં કરાવી અને હાઈવે શરૂ કરવામાં આવ્યો હતો.

રસ્તો ઓળગવા યુવકને બચાવવા જતા બસના ચાલકે સ્ટીંગરીંગપરનો કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

મોડી રાત્રે અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે ગંભીર બસ પલટી મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની આ બસ હોવાનું, તેમજ બસમાં એક જ પરિવારના 16 સભ્યો સહિત 20 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. બસમાં અમદાવાદથી વૈષ્ણવ – વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે ચોટીલા પાસે હાઇવે પર એક અજાણ્યો શખ્સ રસ્તા વચ્ચે આવી ગયો હતો. તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. હાઇવે વચ્ચે મીની પેસેન્જર બસ પલટી મારી જતા રોડ બ્લોક થયો હતો, તેથી જેસીબી દ્વારા બસને ખસેડવામાં આવી હતી.

બસમાં અમદાવાદથી વૈષ્ણવ – વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો : ચોટીલા નજીક અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગરમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે ખાસ કરી ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર દરરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ત્યારે વધુ એક ગત મોડીરાત્રે અકસ્માત સર્જાયો છે અમદાવાદથી ખાનગી બસ લઈને વૈષ્ણવ-વણીક પરિવાર દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યો હતો તે સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસે બસ અકસ્માત સર્જાઈ જવા પામ્યો છે ડ્રાઈવરને ઝોકુ આવી જતા જે મીનીબસ ગણવામાં આવે છે તે મીની બસ પલટી મારી જવા પામી છે ત્યારે દિવસમાં આશરે 25 થી વધુ લોકો મુસાફરી કરી રહ્યા હતા જેમાં બસ પલટી મારતા 20 થી વધુ લોકોને ઈજાઓ થવા પામી છે તેમને સારવાર માટે સૌપ્રથમ ચોટીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા પરંતુ વધુ હાલત ગંભીર હોવાના કારણે હાલમાં રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

ચોટીલા પોલીસ તુરત ઘટનાસ્થળે પહોંચી હતી : શાહ દોશી પરિવારના પરિવારના 16 સભ્યો સહિત 20 મુસાફરોને નડ્યો અકસ્માત

આ અંગે વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ આજે મોડી રાત્રે અમદાવાદ થી અંબિકા ટ્રાવેલ્સની મીની પેસેન્જર બસમાં શાહ – દોશી પરિવારના પરિવારના 16 સભ્યો સહિત 20 જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે બસ પલટી મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વૈષ્ણવ વણિક પરિવાર દ્વારકા દર્શનાથે જતો હતો તે સમયે રસ્તા પર આવી ચડેલા અજાણ્યા શખ્સને બચાવવા જતાં ડ્રાઈવરે બસ પર કાબૂ ગુમાવતા, મીની પેસેન્જર બસ પલટી મારી ગઈ હતી. આ વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

એક વૃદ્ધ મહિલા સહિત છ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા

અમદાવાદના પરિવારમાંથી 6 ઇજાગ્રસ્ત લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ ઘાયેલોના નામ ઉષાબેન દોશી (ઉ.વ.70), સમર્થ શાહ, અંકિતા દર્શનભાઈ, રેખાબેન શાહ, સાહિલ દોશી, અને એક અજાણી વ્યક્તિને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત ચોટીલા હોસ્પિટલમાં હિતેનકુમાર દોશી, જયેશભાઈ પરમાર, વિરમભાઇ શાહ, સંકેત જોશી નામના ઇજાગ્રસ્ત લોકો સારવાર લઈ રહ્યા છે.આ અકસ્માતની ઘટના કઇ રીતે સર્જાઈ તે અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ પૂછપરછ કરી અને વધારે માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

Related Post

Verified by MonsterInsights