Sun. Dec 22nd, 2024

અમદાવાદના મણિનગરમાં રેલવે ઓવરબ્રિજ ઉપરથી વૃદ્ધે છલાંગ લગાવીને જીવન ટુંકાવ્યું

અમદાવાદ:મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબ્રિજ નીચે એક વૃદ્ધની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં વૃદ્ધે રેલવે ઓવરબ્રિજ પરથી પડતું મુકી આપઘાત કર્યો હાવોની પોલીસને માહિતી મળી હતી. ઘટનાની જાણ થતાં મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

અમદાવાદના મણીનગર વિસ્તારમાં આજે વહેલી સવારે દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબ્રિજ પરથી છલાંગ લગાવનાર વૃદ્ધની લાશ રેલવે પાટા પર પડી હતી. પાટા પર પડેલી લાશ જોઈને સ્થાનિકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. હાલમાં આ મૃતકના પરિવારજનોને શોધવા પોલીસે પ્રયાસો હાથ ધર્યાં છે. પ્રાથમિક કારણોમાં આ વૃદ્ધે પારિવારિક તકરારમાં આપઘાત કર્યો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

Related Post

Verified by MonsterInsights