એમ.બી.પટેલ રાષ્ટ્રભાષા કોલેજઅમદાવાદના NSS વિભાગ દ્વારા “આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે મુ, ધોળા કૂવા/શાહપુર તા.ગાંધીનગર માં ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજો દ્વારા 75 જેટલા ગામોમાં તા,29/10/21 થી 31/10/21 દરમ્યાન ગ્રામીણ શિબિર યોજવામાં આવેલ હતી જેમાં રાષ્ટ્રભાષા કોલેજના 60 વિધાથીઁઓએ ભાગ લીધો હતો.
આ શિબિરમાં પ્રભાતફેરી, યોગ-પ્રાણાયામ, સ્વચ્છતા, પયૉવરણ જાગૃતિ, કુદરતી ખેતી, કોરોના મહામારીની જાગૃતિ માટે રસીકરણ અભિયાન-સવૅ આથિઁક-સામાજિક, ફીટ ઇન્ડીયા ,વ્યસન મુક્તિ ,અંધશ્રદ્ધા નિવારણ, બેટી બચાવો, બાળ લગ્ન નાબૂદી, દહેજ પ્રથા નાબૂદી, વકતૃત્વ સ્પર્ધા વિગેરે પાંચ પ્રકલ્પ સંદર્ભે કાયૅકમો યોજવામાં આવ્યા હતા.
એન એસ એસ વિદ્યાર્થીઓનું રોકાણ બલરામ અનુદાનિત શાળામાં રાખવામાં આવ્યું તેઓના આચાર્ય હેમંતભાઇ પટેલે ખૂબ સહકાર આપ્યો હતો પ્રો.ઓફિસર ડૉ. કેશર ચૌધરીએ બે ગ્રામ શિબિરની જહેમત ઉઠાવી હતી જેમાં કોલેજના આચાર્ય એ વી પટેલ તેમજ સ્ટાફના દરેક મિત્રોએ સંપૂર્ણ સાથ સહકાર આપ્યો હતો