Fri. Dec 27th, 2024

અમદાવાદમાં ગરીબોનો સ્વાંગ રચી ગાંજાના જથ્થા સાથે 4 લોકો ઝડપાયા,ત્રણ આરોપીઓ વોન્ટેડ

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો કાળો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ દ્વારા અનેક ડ્રગ્સ પેડલરોને પકડી પાડવાના કિસ્સાઓ સામે પણ આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ પેડલરો નવી નવી રિતોથી શહેરમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યાં છે. ત્યારે એસઓજીએ પણ અમદાવાદમાં ગાંજો આપનાર સાત લોકોની ધરપકડ કરી જે આરોપીઓ ગરીબ હોવાનો સ્વાંગ રચી બાદમાં મુસાફરો સાથે ફરતા હતા.

નોંધનીય છે કે, આ પકડાયેલા આરોપીઓમાં મોહમદ ફારૂક શેખ, મુરૂગન સુબ્રમણ્યમ અને તેની પત્ની સોલૈયા માલ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ ખ્રિસ્તી, શેલવી નાયડુ અને પૂજા ગોયલ સામેલ છે. જેમાં ફારૂક શેખ, સમીર સિપાઈ, સત્યા નાદન ઉર્ફે સત્યદેવ અમદાવાદના છે. આ આરોપીઓ 3.96 લાખનો 39 કિલો ગાંજો વિશાખાપટનમના કાકીનાળાની ટ્રેનમાં જથ્થો લાવ્યા હતા અને ગાંજાના વેચાણ માટે પ્રખ્યાત એવા સેટેલાઇટના રામદેવનગર અને ગુલબાઈ ટેકરા ખાતે પહોંચાડવાના હોવાનું સામે આવ્યું છે. જે આ ગુનામાં હજુય ત્રણ આરોપીઓ વોન્ટેડ છે.

 

Related Post

Verified by MonsterInsights