Mon. Dec 23rd, 2024

અમદાવાદમાં મોડી રાતે બની હિટ એન્ડ રનની ઘટના, 4 લોકો પર ફરી વળ્યા કારના પૈડા,3 ઈજાગ્રસ્ત અને 1 વ્યક્તિનું મોત થયું

અમદાવાદમાં મોડી રાત્રે શિવરંજની ચાર રસ્તા પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી,જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું,જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જોકે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.હાલમાં અકસ્માત કરનારાને શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે શિવરંજની ચાર રસ્તા પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી હતી,જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું,જ્યારે 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

બનાવ અંગેની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ધટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી. જેમાં એક મહિલા નું મોત થયું થયું છે તેમ જ બાકીના ત્રણ બાળકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે .

Related Post

Verified by MonsterInsights