Sun. Dec 22nd, 2024

અમદાવાદ:વસ્ત્રાલમાં મોડી રાતે યુવકની થઇ ઘાતકી હત્યા

અમદાવાદ:પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ અમરનાથ સોસાયટીના ગેટ નજીક ગત મોડી રાત્રે એક યુવકને અદાવત રાખી ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મોડી રાતે આરોપીઓએ યુવકને સોસાયટીના ગેટ આગળ બોલાવી રહેંશી નાખતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે રામોલ પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાનો ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતો નીખિલેશ મિશ્રા નામના યુવકની અદાવતમાં ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. અજય ઉર્ફે અજ્જુ ખટીક, સાગર ઉર્ફે શુટર સત્યનારાણ ખટીક તેમજ અન્ય એક અજાણ્યા ઇસમે નીખિલેશ મિશ્રાને મોડી રાતે વસ્ત્રાલ નજીક અમરનાથ સોસાયટી ગેટ નજીક બોલાવી તું મને કેમ મને બદમનામ કરે છે તેમ કહી અજયે ઝધડો કર્યો હતો. ત્યાર બાદ ઉશ્કેરાઇ જઇ છરી વડે ઉપરા છાપરી ઘા મારી ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ ગંભીર હાલતમાં નીખિલેશને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરોએ નીખિલેશને મૃત જાહેર કર્યો હતો.

ફરિયાદમાં મૃતકની માતએ જણાવ્યું હતું કે, ત્રણેક દિવસ પહેલા અજય ઉર્ફે અજ્જુએ મારા દીકરા નીખિલેશને જીવતો નહીં છોડુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે ગત મોડી રાતે અજયે મિત્રો સાથે મળી નીખિલેશની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આ મામલે રામોલ પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights