અમદાવાદ:ક્રાઈમબ્રાંચે એલીસબ્રિજમાં 14 ફેબ્રુઆરી 2021 ના રોજ કચરાની ગાડીમાંથી મળેલી નવજાત બાળકીના મૃતદેહ મામલે એક મહિલાની ધરપકડ કરી છે.આ મામલે મરણજનાર બાળકી કોચરબ ગામમાં આવેલા ઠાકોરવાસમાં રાઠોડ ભુવનમાં ભાડેથી રહેતી શિવાની અંજબસિંગ શ્રીવાસ્તવની હોવાનુ સામે આવ્યુ છે. જે મહિલાએ બાળકીનુ ગળુ દબાવીને મારી નાખી કચરાની પેટીમાં નાખી દીધી હતી.
આરોપી મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા થયા હતા અને તે યુપીમાં પોતાના સાસરિયાઓ સાથે રહેતી હતી. પતિ અમદાવાદમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાથી 6 મહિના પહેલા જ તે અમદાવાદમાં આવી હતી. ત્યારે મહિલાને અનૈતિક સંબંધોથી આ બાળકી જન્મી હોવાની જાણ પતિને થતા ઝધડો થયો હતો. શિવાનીને ગર્ભ રહેતા પાલડી ખાતેનાં શ્રી કચ્છી જૈન સેવા સમાજ મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે ચાલતી હતી.
જે દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો, તે દિવ સે શિવાનીના પતિને 24 કલાકની નોકરી હોવાથી તે ઘરે નહોતો આવ્યો. શિવાનીએ જન્મ આપેલી બાળકી અનૈતિક સંબંધો જન્મી હોવાથી પતિ તેને સ્વીકારશે નહી અને પોતાને પણ ઘરમાંથી કાઢી મુકશે તેવુ વિચારીને પોતાની તાજી જન્મેલી બાળકીનુ ગળુ દબાવીને મારી નાખી હતી.
શિવાનીએ આખી રાત બાળકીને પ્લાસ્ટીકમાં લપેટીને બાથરૂમમાં મુકી રાખી હતી અને સવારે AMC ની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની ગાડી આવતા તે ગાડીમાં નાખી દીધી હતી..જે નવજાત બાળકીનો પોલીસને મળી આવતા આ મામલે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ મામલે ક્રાઈમબ્રાંચે હત્યારી માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.