Sat. Nov 23rd, 2024

અમદાવાદ: ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન,ત્રણ મજુરોના ગૂંગળામણને કારણે મોત

અમદાવાદમાં બોપલ પાસે AUDA દ્વારા ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન એક મજૂર ડ્રેનેજની અંદર સફાઈ માટે ઉતર્યો હતો. થોડીવારમાં ગૂંગળામણને કારણે બેભાન થઈ જતાં તેમને બચાવવા માટે અન્ય બે મજૂરો ડ્રેનેજમાં ઉતર્યા હતાં. આ ત્રણેય મજૂરો ડ્રેનેજમાં ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ બે મજૂરોને બહાર કાઢ્યાં હતાં. જયારે એકની શોધ ખોળ શરૂ કરી હતી. આ બંને મજૂરોની હાલત ગંભીર હોવાથી તેમને સોલા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની ધરપકડ કરી છે.

ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થવા માંડી હતી
ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થવા માંડી હતી

કામગીરી દરમિયાન ત્રણ મજૂરો દટાઈ ગયાં હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલમાં AUDA દ્વારા ડ્રેનજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન પાઈપલાઈનનું ફિટીંગ અને સફાઈ કામ થતું હતું. આ દરમિયાન લાઈન ચાલુ કરવાની હતી અને પાઈપમા કચરો ભરાઈ ગયો હતો. જેથી ભરતભાઈ નામનો મજુર ડ્રેનેજમાં ઉતર્યો હતો. ડ્રેનેજમાં ઉતર્યા બાદ થોડી વારમાં ગૂંગળામણને કારણે રાજુભાઈ અને સંદિપભાઈ તેમને બચાવવા માટે ડ્રેનેજમાં ઉતર્યા હતાં. પરંતું ત્રણેય જણા ડ્રેનેજમાં ઉતરતાં પાઈપલાઈનમાં દટાઈ ગયા હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન ફાયર વિભાગ અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

ફાયર વિભાગ અને 108ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી
ફાયર વિભાગ અને 108ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

ફાયર વિભાગે બે મજૂરોને બહાર કાઢ્યા હતાં
ફાયર વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને ડ્રેનેજમાં દટાયેલા મજૂરોને દોરડાથી બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ફાયરના જવાનોએ બે મજૂરોને પાઈપલાઈનમાંથી બહાર કાઢ્યા હતાં. પરંતુ ત્રીજાની ભાળ નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી. ફાયરના જવાનોએ ડ્રેનેજના પોઈન્ટ પાસે ખોદકામ કરીને ત્રીજા મજૂરને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. બહાર કાઢવામાં આવેલા બે મજૂરોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ફાયર વિભાગે ત્રીજા મજુરને શોધવા પાઈપ પોઈન્ટ પાસે ખોદકામ કર્યું હતું.
ફાયર વિભાગે ત્રીજા મજુરને શોધવા પાઈપ પોઈન્ટ પાસે ખોદકામ કર્યું હતું.

બોપલ પોલીસે પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી
પોલીસે આ ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. AUDA દ્વારા આ ડ્રેનેજ પાઈપ લાઈનનું કામ યોગી કન્સ્ટ્રક્શનને આપ્યું હતું. યોગી કન્સ્ટ્રક્શનને ડ્રેનેજનો મુખ્ય કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બોપલ પોલીસે આ ઘટનામાં પેટા કોન્ટ્રાક્ટર હિંમતભાઈની અટકાયત કરી હતી.

Related Post

Verified by MonsterInsights