દરિયાપુર વિસ્તારમાં આવેલા ચારવાડમાં લાખોટા પોળના નાકે આજે સવારે એક માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે ત્રણ લોકો દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ટીમે કાટમાળ નીચે દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ત્રણેયને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
દટાયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા
- ઇજાગ્રસ્તોના નામ
- ઈરફાન પીરભાઈ શેખ ( 39 વર્ષ)
- રેશમાં ઈરફાન શેખ ( 28 વર્ષ)
- પીરભાઈ રમજુભાઈ શેખ ( 70 વર્ષ )
મકાનમાં પિતા પુત્ર અને પુત્રવધુ રહેતા હતા
દરિયાપુર વિસ્તારમાં આવેલા લખોટા પોળની નાકે આવેલા એક મકાનમાં પરિવાર ભાડેથી રહેતો હતો જે આજે સવારે 8.30 વાગ્યાની આસપાસ ધરાશાયી થયું હતું. મકાનમાં પિતા પુત્ર અને પુત્રવધુ રહેતા હતા.