Sun. Dec 22nd, 2024

અમદાવાદ : બગોદરા વટામણ ત્રણ રસ્તા પાસે ટ્રકમાં દવાના બોક્સ નીચે સંતાડેલો 20.25 લાખનો દારૂનો જથ્થો કબજે

અમદાવાદ : બગોદરા વટામણ ત્રણ રસ્તા પાસે પ્રાકિંગમાં મુકેલી ટ્રકમાંથી પોલીસને રૂ.20,25,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મલી આવ્યો હતો પોલીસે દારૂ અને દવાનો જથ્થો તથા ટ્રક મળીને રૂ.46,42,355નો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબીને માહિતી મળી હતી કે બગોદરા વટામણ ત્રણ રસ્તા પાસે સહયોગ હોટેલની સામે પાર્કિગંમાં દારૂ ભરેલી ટ્રક રાખવામાં આવી છે. જેને આધારે પોલીસે તપાસ કરતા ટ્રકમાં દવાના બોક્સ નીચે સંતાડેલો રૂ.20,25,000ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો ઉપરાંત  21,15,355 ની કિંમતનો દવાનો જથ્થો તથા ટ્રક મળીને કુલ રૂ.46,41,355નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો કોણ લાવ્યું, ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Related Post

Verified by MonsterInsights