26 જુલાઈ 2008નો શનિવારનો દિવસ, અમદાવાદીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે સાંજના 6.30થી 8.10 કલાક દરમિયાન સમગ્ર અમદાવાદ બોમ્બ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતુ. શહેરમાં એક બાદ એક 70 મિનીટમાં 20 સ્થળોએ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું.
2008ના અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં મંગળવારે સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ચુકાદો આપવાની હતી જેનાં કારણે ભદ્ર સ્થિત સિટી સેશન્સ કોર્ટ અને સાબરમતી જેલમાં પોલીસ અને એ.ટી.એસ. સહિતની સુરક્ષા એજન્સીઓનો જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરાયો. આ ઉપરાંત ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશની મનાઇ ફરમાવવામાં આવી.
ટ્રાયલ કોર્ટના સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આઠમી ફેબ્રુઆરીના રોજ ચુકાદો નિયત કર્યો. ચુકાદાની સુનાવણી ભદ્રની સિટી સેશન્સ કોર્ટમાં થવાની હોવાથી અને આરોપીઓને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હોવાથી પોલીસ અને એ.ટી.એસ. સહિતની એજન્સીઓને બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવી છે. આ કેસમાં કુલ આરોપીઓ સામે છેલ્લાં 14 વર્ષથી ટ્રાયલ ચાલતી હતી. આ ઉપરાંત મંગળવારે કેસનો ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
14 વર્ષ પછી પણ પરિવારજનોને ન્યાયની આશા જીવંત દેખાઈ રહી છે.અમદાવાદના અસરવામાં રહેતા વ્યાસ પરિવાર ચુકાદા અને ન્યાય પાલિકા પર આશા રાખીને બેઠો છે.સિવિલ બ્લાસ્ટમાં આ પરિવારે 8 વર્ષનો ભાઈ રોહન વ્યાસ અને પિતા દુષ્યંત વ્યાસને ગુમાવ્યા હતા. આ કેસની તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની ટીમે રાત દિવસ કામ કરીને 19 દિવસમાં 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 77 આરોપીઓ સામે ખાસ અદાલતમાં 14 વર્ષ સુધી કેસ ચલાવવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન 7 જેટલા જજ બદલાઈ ગયા છે. આ કેસમાં 1163 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી છે. અત્યાર સુધીમાં આરોપીઓ સામે 521 ચાર્જશીટ થઈ છે.
અમદાવાદ સિવિલમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો.જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. પહેલો બ્લાસ્ટ સિવિલ હોસ્પીટલના ટ્રોમાં સેન્ટર માં થયો હતો.આ સમાચાર સાંભળતા જ અનેક સેવાભાવી લોકો સેવા માટે સિવિલમાં દોડી ગયા હતા.પણ આ સેવાભાવી લોકો માટે આ સેવા અંતિમ સેવા બની રહી હતી.શહેરના અસારવા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના જસવંત પટેલ સેવા કરવા ગયા અને ત્યાં જ તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.પરિવારે શું જોયું તે સાંભળો. અમદાવદા માં અલગ અલગ 10થી વધુ સ્થળે બ્લાસ્ટ થયા હતા.જેમાં સિવિલ હોસ્પિટલ પણ બાકાત ન હતી.એલ.જી.હોસ્પિટલ અને સિવિલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટને કારણે દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લેવા જવામાં પણ ડરતા હતા.તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પીટલના સુપ્રીમટેન્ડ એમ.એમ.પ્રભાકરના હતા.
જ્યારે અમદાવાદ ધ્રુજી ઉઠ્યું ત્યારે અનેક પ્રત્યક્ષ દર્શીઓમાં એક હતા હાલના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર.તેઓ પણ સેવા કરતા ઈજાગ્રસ્ત થયા હતા.ત્યારે તેમને એટલી ગંભીર ઈજાઓ થઈ હતી કે તેમને પગ કપાવવો પડે તેમ હતો.પરંતુ સદનસીબે તત્કાલિક સારવારને કારણે પગ બચી.પણ તેઓ લાંબો સમય સુધી પથારીવશ રહ્યા હતા.26 જાન્યુઆરી 2008ના દિવસે બનેલી આ ઘટનાને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
અહેવાલ:પંકજ જોષી