અમદાવાદ – અત્યારે અમદાવાદમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. તમામ રોજગાર ધંધા બંધ છે. જ્યારે રોજગાર અને ધંધા કરનારાઓના માલિકો નવરા પડેલા છે. તેઓની નવરાસ પડવાથી માનસિકતા પર વિપરીત અસર જોવા મળી રહી છે. આ સંજોગોમાં સેટેલાઈ પોલીસ સ્ટેશને બાતમીને આધારે રેડ કરીને 5 મહિલા જુગાર રમતી અને બે પુરુષને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે શિવરંજની સોસાયટીના બંગલા નંબર 23 પરિન મહેન્દ્ર શાહ જે મશીનરી ફેક્ટરી ધરાવે છે. જેને પોતાના મિત્રોને ડ્રિંક અને ડિનર અને જુગાર રમવા માટે બોલાવ્યા હતા. મહત્વનું એ છે કે તમામ આરોપીઓની ઉંમર 40 થી 62 વર્ષની છે.