સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ મેગા સિટીનો એવોર્ડ મળ્યો છે. પરંતુ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીના ઢગલા હોવાના આક્ષેપ સાથે વિરોધપક્ષના નેતા શહજાદખાન પઠાણ અને અન્ય કોર્પોરેટરોએ આજે મહાનગરપાલિકામાં મેયર કચેરી અને કમિશનરની કચેરી બહાર ધરણાં કર્યા હતા. મેયર અને કમિશનરની ઓફિસની બહાર શહેરના વિસ્તારમાં રોડ પર ગંદકીના ચિત્રો સાથે મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
પૈસા આપીને સ્વચ્છતા ના નામે એવોર્ડ લેવાય છે- વિપક્ષી નેતા
મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આજે બપોરે સ્વચ્છતાને લઇ મેયર અને કમિશનર ઓફિસ બહાર હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના બીજા માળે કમિશનર અને ત્રીજા માળે મેયર, ડેપ્યુટી મેયરની ઓફિસ બહાર શહેરમાં ગંદકી અંગેના પોસ્ટરો લગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા.
કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં કામગીરી શૂન્ય- વિપક્ષી નેતા
મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા બનતાની સાથે જ શહેઝાદ ખાન પઠાણનો આક્રમક અભિગમ અપનાવ્યું છે.શહેરમાં જોવાતી ગંદકીના મામલે ઓચિંતું પ્રદર્શન કર્યું હતું.મેયર, ડે.મેયર અને સ્ટે.કમિટી ચેરમેન ની ઓફિસ આગળ આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યા હતા.ગંદકી ના પુરાવા આપતા ફોટો ને પોસ્ટર રૂપે ચોંટાડી દીધા હતા.મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર આગળ ગંદકી દર્શાવતા પોસ્ટર લગાવ્યા હતા.