Tue. Dec 3rd, 2024

આંખ બંધ કરો, 10 કદમ ચાલો, સારી થઈ જશે બીમારી, હિપ્નોટાઈઝ કરનારાની ધરપકડ

દિલ્હીના શાહદરા પોલીસે હિપ્નોટાઈઝ અને કાળા જાદુના નામ પર લોકોને ઠગનારી ગેંગના બે શાતિર બદમાશોની ધરપકડ કરી લીધી છે. પકડમાં આવેલા ઠગોની ઓળખાણ નઈમ અને હન્નાનના રૂપમાં કરવામાં આવી છે. હન્નાન સીલમપુરનો રહેનારો છે, જ્યારે નઈમ ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેનારો છે. પોલીસે તેમની પાસેથી લોકોને ઠગીને લૂટેલી જ્વેલરી પણ કબ્જે કરી છે. પોલીસના કહેવા પ્રમાણે 22 જૂનના રોજ શાહદરા જિલ્લાના જીટીબી એન્ક્લેવ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ કરી હતી.

તે પોતાના ઈલાજ માટે હોસ્પિટલ ગઈ હતી. દવા માટે એક ફાર્મસીની બહાર ઊભી હતી. તે સમયે એક વ્યક્તિ આવ્યો અને તેને તેની બીમારી અંગે પૂછ્યું હતું. તેના કાનમાં કંઈ બોલ્યો હતો. ત્યારે તેનો બીજા સાથીએ પણ ત્યાં આવીને કહ્યું કે આંખ બંધ કરો અને સૂર્યની તરફ 10 કદમ ચાલો. જેના પછી બંનેએ તેને પોતાની વાતોમાં ફસાવીને કાનમાંથી સોનાની બુટ્ટીઓ લઈને ફરાર થઈ ગયા હતા. આ ફરિયાદ પર જીટીબી પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી.

દિલ્હી પોલીસે બંને આરોપીઓની શોધ દરમિયાન હોસ્પિટલની આસપાસના સીસીટીવી ફૂટેજ શોધ્યા હતા. તે સમયે ત્યાં હાજર લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. એક સીસીટીવી ફૂટેજમાં સંદિગ્ધ જોવા મળ્યા પછી પોલીસે પીડિતાને તે ફૂટેજ દેખાડ્યો, જેના પછી તેણે બંનેની ઓળખ કરી હતી. તેના પછી પોલીસે બંનેની શોધ શરૂ કરી દીધી હતી. ત્યારે જ પોલીસને ખબરી પાસેથી મળેલી જાણકારી પ્રમાણે બંનેમાંથી એક આરોપી હોસ્પિટલની આસપાસ ફરી રહ્યો છે. જેના પછી પોલીસે તેને પકડી લીધો હતો. તેનું નામ નઈમ હતું. નઈમની પૂછપરછ દરમિયાન પોલીસે હન્નાને પણ પકડી લીધો હતો.

પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ કહ્યું હતું કે, તે વૃદ્ધ અને બીમાર લોકોને ટાર્ગેટ કરતા હતા. તેઓ કાળા જાદુના નામ પર ઠગતા હતા અને લોકોની જ્વેલરી લઈને ભાગી જતા હતા. પૂછપરછ દરમિયાન બંનેએ આ રીતે 7 લોકોને ઠગ્યા હોવાની કબૂલાત કરી હતી. આજકાલ લોકોને આવી રીતે ભરમાવીને લૂંટવામાં આવ્યા હોવાની ખબરો આયેદિન રોજ જાણવા મળે છે અથવા સમાચારમાં સાંભળવા મળતી હોય છે આથી જ જાતે જ સાવધાની રાખીને કોઈ અજાણ્યાની વાતોમાં આવવું જોઈએ નહીં.

Related Post

Verified by MonsterInsights