ગુજરાતમાં ગ્રામ પંચાયત માટે આજે મતદાન થઈ રહ્યું છે.રાજ્યની 8,684 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ રહી છે.જેમા સરપંચ પદ માટે 27 હજાર 200 ઉમેદવારો મેદાને છે. જ્યારે 53 હજાર 507 સભ્ય પદ માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો મેદાને છે. 10 હજાર 897 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી.

જેમાંથી કુલ 1167 ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ થઇ છે. કુલ 1 કરોડ 82 લાખ 15 હજાર 13 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 93 લાખ 69 હજાર 202 પુરુષ મતદારો મતદાન કરશે અને 88 લાખ 45 હજાર 811 મહિલા મતદારો મતદાન કરશે. કુલ 23 હજાર 907 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 6656 મતદાન મથકો સંવેદનશીલ અને 3074 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

ચૂંટણીને લઇને 51 હજાર 747 પોલીસ જવાનો બંદોબસ્ત રહેશે. 2546 ચૂંટણી અધિકારી અને 2827 મદદનીશ ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપાઇ છે.ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 8  ટકા જેટલું મતદાન થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights