આણંદ: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. . જેના કારણે રાજ્યના મોટાભાગના ભાગોમાં મેઘ મહેર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે ક્યાંક ક્યાંક અકસ્માત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આવા જ કેટલાક સમાચાર આણંદ ગામમાંથી આવી રહ્યા છે.
આણંદ નજીકના ગામમાં 3 વિજ પોલ તૂટી પડ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. વરસાદને પગલે ગામમાં અંધકાર છવાયો છે. ત્રણ વીજ થાંભલા પડી ગયા છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. આ સાથે એમજીવીસીએલ (MGVCL) ની ટીમે વિજ પોલ ઉભા કરવાની કામગીરી હાથ ધરી છે.
ભારે વરસાદને કારણે 100 વર્ષ જૂનું એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. જેમાં સદનસીબે દુકાન અને દુકાનદારનો બચાવ થયો હતો.