Sun. Sep 8th, 2024

‘આપણે દૂધમાં સાકર ભળે તેમ ભળી જશું, ગ્રીન સિગ્નલ તો આપ’ જૂનાગઢ STના ટ્રાફિક ઈન્સપેક્ટર અને મહિલા કંડકટરની કથિત ઓડિય ક્લિપ વાઈરલ

જૂનાગઢ એસટી વિભાગમાં ફરજ બજાવતા ટ્રાફિક ઈન્સપેક્ટર અને એક મહિલા કંડકટર વચ્ચેની વાતચીતની કથિત ઓડિય ક્લિપ વાઈરલ થતા ચકચાર મચી છે. ઓડિય ક્લિપમાં અધિકારી દ્રિઅર્થી ભાષામાં વાત કરી મહિલા કંડકટર પાસે બિભત્સ માગણી કરતા હોવાનું જણાઈ આવે છે. ઓડિયો ક્લિપ વાઈરલ થતા જ જૂનાગઢ એસટી વિભાગીય નિયામક દ્વારા તાત્કાલીક ટ્રાફિક ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દીધો છે. સાથે આ મામલાની તપાસ એસટી વિભાગના મહિલા સેલને સોંપી દીધી છે.

1 મિનિટ 50 સેકન્ડની કથિત વાતચીતના કારણે ખળભળાટજેતપુર એસટી ડેપોના ટ્રાફિક ઈન્સપેક્ટર અને હાલ જૂનાગઢ લાઈન ચેકિંગ સ્ટાફના ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રામકુભા ગઢવી અને એક મહિલા કંડકટર વચ્ચેની અંદાજે બે મિનિટની વાતચીતની કથિત ઓડિય ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં રામકુભા ગઢવી પહેલા મહિલા કંડકટરના હાલચાલ પૂછે છે અને પછી કામકાજ હોય તો કહેવાની વાત કરે છે. બાદમાં દૂધમાં સાકરમાં ભળી જવાની વાત કરી મહિલા કંડકટર પાસે જવાબ માગે છે. પરંતુ, અધિકારીના વિચિત્ર સવાલનો જવાબ મહિલા કંડકટર આપવાનું ટાળતા ફોન કટ કરી નાખવામા આવે છે.

એસટી વિભાગના મહીલા સેલને તપાસ સોંપાઈટ્રાફિક ઈન્સપેક્ટર રામકુભા ગઢવી અને એક મહિલા કંડકટર વચ્ચે વાતચીતની કથિત ઓડિય ક્લિપ વાઈરલ થતા જૂનાગઢ એસટી વિભાગીય નિયામક દ્વારા તાત્કાલિક રામકુભા ગઢવીને સસ્પેન્ડ કરી દેવાયો છે. તો બીજી તરફ આ મામલાની મહિલા સેલને તપાસ સોંપી દેવામા આવી છે. હજી સુધી મહિલા કંડકટર તરફથી એસટી વિભાગને કે પોલીસ સમક્ષ કોઈ ફરિયાદ કરાઈ ના હોવાનું જાણવા મળ્યું છે. જો કે, એસટી વિભાગે મામલાની ગંભીરતા સમજી તપાસ શરૂ કરી છે અને કથિત વાતચીતના આધારે અધિકારી સામે એકશન પણ લીધા છે.આ મામલે જૂનાગઢ એસટી વિભાગીય નિયામક યુ.જી.શાહે જણાવેલ કે, અમારા ધ્યાને ઘટના આવતા મહિલા સેલને તપાસ કરવાનો આદેશ કર્યો છે. બિભત્સ માંગણી કરનાર અધિકારી રામકુભા ગઢવી હોવાનું જણાયેલ હોવાથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

ટ્રાફિક ઈન્સપેક્ટર અને મહિલા કંડકટર વચ્ચે થયેલી વાતચીતના અંશો

અધિકારી– હલ્લો

મહિલા કંડકટર– હા બોલો બોલો રામકુભાઈ

અધિકારી– બુકીંગ થઈ ગયું?

મહિલા કંડકટર– હે

અધિકારી– એ બુકીંગ થઈ ગયું કહું

મહિલા કંડકટર– હા બુકીંગ થઈ ગયું હો, હવે તો ઉતરવાના છીએ

અધિકારી – કેટલે પહોંચ્યા ?

મહિલા કંડકટર– અહીં પહોંચ્યા ખીજદળ

અધિકારી– મારા લાયક કંઈ સેવા હોય તો ફરમાવજો, કંઈપણ XYZ

મહિલા કંડકટર– હા હા

અધિકારી– મુંઝાવાનું નહીં બરાબર

મહિલા કંડકટર– ના ના કહીશ ને

અધિકારી– ક્યારેક વાત કરવી હોય તો કેજે મજા આવે, તને તકલીફ ન પડે તેમ હોય તો કેજે

મહિલા કંડકટર– હેં

અધિકારી– આપણે દૂધમાં સાકર ભળે તેમ ભળી જાશું, બરાબર છે, તને તકલીફ ના પડે તેમ તું કહે તેમ બરાબર. મારી પાસે નથી કોઈ બરાબર છે, દૂધમાં સાકર ભલે તેમ ભળી જશું

અધિકારી– તું તો પછી કંઈક કે, ગ્રીન સિગ્નલ મળે તો પછી ખબર પડે ને?

મહિલા કંડકટર – હું કંઈ સમજતી નથી, તમે અધિકારી થઈને આવી વાત કરો છો, મને સમજણ નથી પડતી

અધિકારી– કંઈ નહીં કંઈ નહીં, એવું હોય ને તો કેવું, બરાબર છે

મહિલા– એવું કંઈ એસટીનું કામ હોય તો કહીએ ને

અધિકારી– ગમે ત્યારે…ગમે ત્યારે કંઈપણ કા્મકાજ હોય ને તો રીંગ કરવી બરાબર છે, હા બીજું કંઈ હોય તો કહેજે

મહિલા– ભલે

Related Post

Verified by MonsterInsights