આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે કોરોના જન જાગૃતિ અભિયાન રાખવામાં આવ્યો હતો.
જેમાં આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાજેશભાઈ શર્મા આપ ગુજરાત સંગઠનમંત્રી જયેશભાઇ સંગાડા તેમજ દાહોદ જિલ્લા પ્રમુખ ભાનુપ્રસાદ પરમાર અને ઝાલોદ તાલુકા પ્રમુખ અનિલ ગરાસિયા તેમજ પાર્ટીના અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.કોરોના જન જાગૃતિ અભિયાન રાખવામાં આવ્યો હતો. કોરોનાવધી રહેલા કેસોને લઈને સાવચેતી અને ચિંતાવ્યક્ત કરી કોરોનાની ત્રીજી લહેર થી બચાવ વીશે ચર્ચા કરવામાં આવી હતી.અને બૂથ સમીક્ષાને લઈને પણ ચર્ચા તેમજ ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના સંગઠનમંત્રી જયેશભાઈ સંગાડા દ્વારા આદિવાસી સમાજની ચિંતા કરતાં ગુજરાતના તમામ આદિવાસી વિસ્તારોમાં તેમની જમીન માટે આદિવાસીની જમીનના સુરક્ષિત કાયદાની વાત કરવામાં આવી હતી.જેમાં ૭૩AAના મેટરને લઈને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવશે. અને જો આ નિરાકરણ ના આવે તો તેને લઈને આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં અંબાજી થી ઉંબરગામ સુધી રહેલા આદિવાસીઑ માટે આંદોલન કરવાની ચીમકી આપી હતી.