ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગેઆગાહી કરી છે. જેમાં રવિવાર અને સોમવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, ભરૂચ, સુરતમાં હવામાન વિભાગે ભાર વરસાદની આગાહી કરી છે.
જ્યારે તારીખ 29 અને 30 સપ્ટેમ્બરે પણ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આમ ભાદરવો ભરપૂર હોય તેમ હજુ પણ રાજ્યમાં મેઘ મહેર જોવા મળી શકે છે.મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો કુલ 81 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને હવે માત્ર 19 ટકા વરસાદની જ ઘટ છે.
નર્મદા અને કલ્પર વિભાગના રિપોર્ટ પ્રમાણે 207 ડેમમાં અત્યારે 70.67 ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે 141 ડેમમાંથી 50 ડેમ સંપૂર્ણ છલકાઇ ગયા છે. 141 ડેમમાં હાલ 78.65 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતના 13માંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે.