Mon. Dec 23rd, 2024

આ વેબસાઈટ પરથી ફટાફટ કરી શકાશે ચૅક, ધોરણ-10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર

તમને જણાવી દઇએ કે, 10ના રિપીટર વિદ્યાર્થીઓનું કુલ પરિણામ માત્ર 10% આવ્યું છે એટલે કે 10.04% વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. કુલ 3,26,505 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 2,98,817 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જેમાંથી 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઈટ https://result.gseb.org/ પર સવારે 8 વાગ્યે ઓનલાઈન જાહેર થયું છે. જેમાં દરેક વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાતે જ જોઈ શકશે.

કુલ 579 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે, પરીક્ષા ગુજરાતના કુલ 579 કેન્દ્રો પર લેવામાં આવેલી . જેમાં રાજ્યભરના કુલ 3,26,505 પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા,  તે પૈકી 2,98,817 ઉમેદવારો પરીક્ષા આપી હતી અને 30,012 પરીક્ષાર્થિઓ માધ્યમિક શાળાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જુલાઈ-2021 ની પરીક્ષાનું સમગ્ર રાજ્યનું પરિણામ 10.04% આવેલ છે.

Related Post

Verified by MonsterInsights