ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની પાંચ મેચની ટી-20 સીરિઝનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. પહેલી મેચ દિલ્લીમાં રમાવાની છે. જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે. કારણ કે આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો મોકો છે.
ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં સતત 12 ટી-20 મેચ જીતી ચુકી છે. આ રેકોર્ડ હાલ સંયુક્ત રીતે ભારત, રોમાનિયા અને અફઘાનિસ્તાન પાસે છે. જો આજની મેચ ભારત જીતશે તો વર્લ્ડ રેકોર્ડ બની જશે.
સાઉથ આફ્રિકા સામે જીતવું ભારતીય ટીમ માટે મહત્વનું છે. જો મેચ જીતી તો સતત 13 મેચ જીતીને ભારતીય ટીમ વિક્રમ બનાવશે. કારણ કે ટીમ બ્લૂ સતત સૌથી વધુ ટી-20 મેચ જીતનારી પહેલી ટીમ બની જશે.
આ માટે ભારતીય ટીમ તનતોડ મહેનત પણ શરૂ કરી દીધી છે. ઋષભ પંતના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મહત્વની મેચ માટે મેદાનમાં ઉતરી રહી છે. સતત 12 ટી-20માં મળેલી જીતમાં, વર્લ્ડકપમાં છેલ્લી મળેલી ત્રણ જીતની સાથે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાની સામે ટી-20 સીરિઝમાં મળેલી જીતનો સમાવેશ થાય છે. પહેલા કે. એલ. રાહુલ ટીમનું સુકાન સંભાળવાના હતા પરંતુ તેમને ઈજા થતા ઋષભ પંતને કેપ્ટન અને હાર્દિક પટેલને વાઈસ કેપ્ટન બનાવ્યા છે.