ગીર સોમનાથના ઉનામાં વાવાઝોડાં બાદ જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. હાલ ગામલોકો માટે પીવાનું પાણી મોટી સમસ્યા બની રહી છે. વાવાઝોડાને ચાર દિવસ વિત્યા હોવા છતાં ગ્રામજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે એટલું જ નહી ગામ લોકોને પીવાનું પાણી ન મળતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરવાના સાધનો લઈને રઝડવું પડી રહ્યું છે.
રોડ રસ્તાઓને પણ અસર થઈ
આમ પણ ઉનાળો આવે ત્યારે ઉના શહેરના અનેક ગામોમાં પાણીની તંગી વર્તાતી હોય છે પરંતું વાવાઝોડા બાદ અનેક જગ્યાએ વીજ પોલ, વીજ લાઈનો અને ફીડરને તેમજ ઈલેક્ટ્રીસિટીને નુકસાન થતા ગામડોમાં પાણી પહોંચાડી શકાતું નથી, ઈલેક્ટ્રીસીટીના અભાવે ગામડાઓમાં અંધારપટ છવાયો છે. તેમજ વાવાઝોડાને કારણે અનેક રોડ રસ્તાઓને પણ અસર થઈ છે જેથી ગામડોઓ સુધી પહોંચવું મુશ્કેલી બની રહ્યું છે.
પાણીની સમસ્યા વિકટ બની
17મી મે એ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાંએ ઉના શહેરને ભરડામાં લીધું હતું જેમાં અનેક વૃક્ષોથી લઈને વીજ પોલ, મોબાઈલ ટાવર સહિત મકાનો, હોડિંગ્સ છાપરાઓને નુકસાન પહોંચ્યું હતું ઉનામાં અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા, વાવાઝોડા બાદ હેવ ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકટ બની છે.જેને લઈને શહેરમાં અનેક સામાજિક કાર્યકરો પાણીના ટાંકા મંગાવી લોકો સુધી પાણી પહોંચાડી રહ્યા છે.
પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવું મુશ્કેલ
દીવ રોડ અનેક વાહનો કતારોમાં ઉભા જોવા મળે જે છે જેમાં લોકો પાણી લેવા સવારથી લાઈનોમાં લાગી જાય છે વાવાઝોડાની તારાજી બાદ પાણી ઉનામાં હવે જન જીવન થાડે પડી રહ્યું છે ત્યારે પીવાના પાણીની તંગી વર્તાઈ રહી છે લોકો માટે પીવાનું પાણી મોટી સમસ્યા બની રહ્યું છે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાતા અનેક ગામોમાં અંધારપટ છવાયો છે બલકે ગામોમાં પીવાનું શુદ્ધ પાણી પણ મળી શકતું નથી જેથી ઉના શહેરની આપપાસ વસતા ગામોના લોકો પાણી લેવા માટે વાહનો લઈને આવતા હોય છે. પાણી માટે નાના બાળકોથી લઈને ઘરના મોટા સભ્યો પણ પાણી ભરવાના સાધનો લઈને લાંબી કતારોમાં ઉભા રહી જાય છે એટલું જ નહી છકડો રીક્ષા લઈને પણ પાણી લેવા લોકો આવતા હોય છે. સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા પણ પાણીની સમસ્યાને પહોંચી વળવા પાણીની ટેન્કરોની સુવિધા કરવામાં આવી છે.