આજે સમય ઓનલાઈન શોપિંગનો સમય છે પરંતુ જો લોકો ખરીદી કરતી વખતે જરૂરી સાવચેતી નહીં રાખે તો તેઓ છેતરપિંડીનો શિકાર બને છે. આવું જ કંઈક બોલિવૂડ અભિનેત્રીઓ સાથે બન્યું છે. તાજેતરમાં જ એવા અહેવાલો સામે આવ્યા છે કે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની છે. શબાનાએ મોંઘા દારૂનો ઓનલાઈન ઓર્ડર આપ્યો પરંતુ બદલામાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવી. આ માહિતી શબાના તેમના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી છે.
શબાના આઝમીએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતી વખતે લખ્યું, સાવધાન! મારી સાથે એ લોકોએ ફ્રોડ કર્યો છે. મેં રૂપિયા આપીને ઓર્ડર કર્યો હતો. પરંતુ આ આઇટમ હજી સુધી પહોંચાડવામાં આવી નથી અને તે લોકોએ મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે.
આ ટ્વીટમાં તેણે પોતોના ટ્રાન્ઝેક્શનની જાણકારી પણ શેર કરી છે. જોકે શબાનાએ તેની પોસ્ટમાં ખુલાસો કર્યો નથી કે તેની સાથે કેટલા પૈસાની છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બોલિવૂડમાં છેતરપિંડીનો આ પહેલો કેસ નથી. આ પહેલા પણ અક્ષય ખન્ના, નરગિસ ફખરી અને કરણ સિંહ ગ્રોવર જેવા સ્ટાર પણ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ લોકો પણ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ પણ બન્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, શબાના આઝમી ટૂંક સમયમાં દિવ્ય દત્તાની ફિલ્મ શીર ખુર્મામાં જોવા મળશે. શબાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે મોટેભાગે પોતાના વિવાદિત નિવેદનને કારણે તે ચર્ચામાં રહે છે. આને કારણે તે હંમેશાં ટ્રોલિંગનો શિકાર બને છે.