ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો રાજકોટમાં રોડ શૉ થયો હતો. 50 ટકાથી વધારે કેસ મહાનગર અમદાવાદમાંથી નોધાયા છે. તેમ છતાં કોર્પોરેસનમાં શાસન પર રહેલા ભાજપના સત્તાધીશો મોટા કાર્યક્રમો કરવામાં મસ્ત છે. એવું લાગે છે કે શાસકો ઈચ્છે છે કે ભીડ એકઠી થાય. રાજકોટમાં રેલી બાદ હવે અમદાવાદમાં કોર્પોરેશન તરફથી તા.8 જાન્યુઆરીના રોજ સાબરમતી રીવરફ્રન્ટ પર ફ્લાવર શૉ શરૂ થવાનો છે.
તા.8થી 22 જાન્યુઆરી સુધી સાબરમતી રીવરફ્રન્ટ પર ફ્લાવર શૉ પાર્કમાં રૂ.100ની ટિકિટ નક્કી કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે એવી સ્થિતિ છે. બીજી તરફ આરોગ્યની થીમ પર ફ્લાવર શૉ યોજવા આયોજન થયું છે. એક બાજુ 300થી વધારે કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. ભીડ ભેગી ન થાય એની જવાબદારી રાજ્ય સરકારની બને છે. તેમ છતાં સરકાર તેમજ કોર્પોરેશન આ પ્રકારના ફેસ્ટિવલ ઉજવી રહ્યું છે. જાણે કોરોના ફેલાવવામાં રસ હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજકોટ બાદ હવે અમદાવાદમાં ફ્લાવર શૉ લોકોની ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. આ ફ્લાવર શૉમાં કોઈ ફૂડઝોન નહીં હોય. માસ્ક વગરના વ્યક્તિને દંડ ફટકારાશે. બીજી ખાસ વાત એ છે કે, આ ફ્લાવર શૉ જોવા માટે ઓનલાઈન ટિકિટ મળશે. ઓફલાઈન કોઈ રીતે ટિકિટ નહીં મળે. દર કલાકે સ્લોટ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. પાર્કની બહાર અને પાર્કિંગની જગ્યા પર અથવા ગાર્ડન એન્ટ્રી પોઈન્ટ પર પ્રાપ્ય QR કોડ સ્કેન કરાશે. સોમવારથી શુક્રવાર સુધી ટિકિટના દર 12 વર્ષ સુધીના બાળકો માટે રૂ.30 નક્કી કરાયો છે. જ્યારે વૃદ્ધો તેમજ 13 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકિટ દર રૂ.50 નક્કી કરવામાં આવ્યો છે.
શનિવાર અને રવિવાર એટલે વીકએન્ડમાં બાળકોના ટિકિટના દર રૂ.50 નક્કી કરવામાં આવ્યા છે જ્યારે 13 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે રૂ.100 નક્કી કરવામાં આવ્યા છે. આ ફ્લાવર શૉમાં 400 વ્યક્તિઓને એન્ટ્રી આપવામાં આવશે. વધુમાં વધુ 5000 લોકોને પ્રવેશ મળે એવું આયોજન છે.આ શૉમાં 15 જેટલા સ્ક્લ્પચર તૈયાર કરાશે. ફ્લાવર શૉમાં આયુર્વેદ તથા આરોગ્ય અંગે માહિતી આપવામાં આવશે. જેમાં ધનવંતરી ભગવાન, ચરમ ઋષિ, સંજીવની સાથે હનુમાન દાદા, ખલ-દસ્તો, વેકસીન માટે સીરીંઝ/ વાયલ, ફ્રન્ટલાઈન હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતા “નર્સ” સ્ટેથોસ્કોપ અને યોગાની વિવિધ થીમ અંતર્ગત ફ્લાવર શૉ યોજાશે. 65000 ચોરસ મીટર જગ્યામાં 7 લાખ ફૂલ લગાવાશે. ગુજરાત સિવાયના જુદા જુદા રાજ્યના ફૂલ જોવા મળશે. કોવિડને ધ્યાને લઈને સોલિડ વેસ્ટની ત્રણથી ચાર ટીમ તૈયાર કરવામાં આવી છે. જે ફ્લાવર શૉમાં સમયાંતરે ચેકિંગ કરશે. 6 લાખથી વધુ રોપાના ડીસ્પ્લે જોવા મળશે. ભાલા ફેંક, તિરંદાજી, બેડમિન્ટન ઉપરાંત ઓલિમ્પિક રિંગની પણ પ્રતિકૃતિઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. 10 જેટલા સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. ચર્ચા એવી પણ છે કે, છેલ્લી ઘણીએ સરકાર નિર્ણય બદલશે તો ફરી શરૂ થતા પહેલા ફ્લાવર શૉ ટિપ્પણીઓ કરવા માટેનો મુદ્દો બની રહેશે.
ટિકિટ માટેની વેબસાઈટ-
www.sabarmatiriverfront.com અથવા www.riverfrontparktickets.com