કચ્છ: અંજાર પોલીસનેબે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂા. 1, 89, 400 નો મુદામાલ પરત મેળવ્યો હતો. તાજેતરમાં અંજાર મકલેશ્વર-2માં પ્લોટ નં. 53માંથી’ મોબાઈલ ફોન, સોનાની ચેઈન, રોકડા’ સહિત રૂા. 1. 48 લાખની માલમતા ચોરાઈ હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો.
આ ઉપરાંત વરસામેડીની ઓધવગ્રીન સોસાયટીમાંથી પણ’ બંધ મકાનમાંથી’ રૂા. 15 હજારની કિંમતના લેપટોપ ચોરી’ થઈ હતી. આ’ બંને બનાવમાં’ પોલીસે દેવળીયાનાકા ગુડ્ડી હોટલ પાસેથી’ આરોપી’ ભરત રામજી કોળી (રહે. બાદરગઢ, તા. રાપર), શૈલેષ કરશનભાઈ કોળી (રહે. જડસા, તા. ભચાઉ), સુનીલ દેવરાજભાઈ ચાવડા(રહે. ખત્રીચોક, અંજાર)ની ધરપકડ કરી હતી.
પકડાયેલા તહોમતદારો પાસેથી 25 હજારનુ લેપટોપ, 50 હજારના’ એપલ કંપનીના ત્રણ આઈફોન, 15 હજારના ત્રણ મોબાઈલ ફોન, રોકડા રૂા. 8900, સોના જેવી ધાતુની ચેઈન કિં. રૂા. 20 હજાર, મોટર સાઈકલ કિં. રૂા. 50 હજાર, આરોપીઓના મોબાઈલ ફોન કિં. રૂા. 20, 500′ સહિત કુલ રૂા. 1, 89, 400નો મુદામાલ’ પોલીસે કબ્જે લીધો હતો.
તહોમતદાર ભરત’ કોળી વિરુધ્ધમાં ભચાઉ, રાપર, સામખિયાળી, ગાંધીધામ, અંજાર, લાકડીયા, ભુજ, આડેસર સહિતના પોલીસ મથકોમાં ઘરફોડ ચોરીના 41 જેટલા ગુન્હા નોંધાયા હોવાનુ પોલીસે ઉમેર્યૃં હતું.
આ કામગીરીમાં પી. આઈ. એસ. એન. ગડ્ડુના માર્ગદર્શન તળે સ્ટાફગણ જોડાયો હતો
અહેવાલ: પંકજ જોષી કચ્છ