
કચ્છ:મુંદરા શહેરના શક્તિનગરમાં રહેતા અજયકુમાર ધર્મદેવરાય યાદવને તેની પત્ની પ્રિયંકાએ બુધવારે રજાના દિવસે માંડવી બીચ પર ફરવા લઈ જવાની માંગણી કરી હતી. પરંતુ કામમાં વ્યસ્ત હોવાના કારણે પતિ પોતાની પત્નીને ફરવા લઈ જઈ શક્યો ન હતો. જેથી મનમાં લાગી આવતાં ૧૮ વષિય પરિણીતા પ્રિયંકાએ પોતાના ઘરે ફીનાઈલ પીલીધું હતું. જેથી તાબડતોબ સારવાર માટે પ્રથમ મુંદરાની ખાનગી હોસ્પિટલ અને બાદમાં ભુજની એકોર્ડ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી તોડ્યો હતો.
અહેવાલ: પંકજ જોષી કચ્છ