આજે રાપર મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે કલેકટર પ્રવિણા ડી કે ની અધ્યક્ષતામાં વિકાસશીલ તાલુકા ની બેઠક મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ભચાઉ પ્રાંત અધિકારી પી એ જાડેજા નિયામક આસ્થા સોલંકી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી બી. એન. પ્રજાપતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ જિલ્લા સંશોધન અધિકારી બી. જી. જાદવ પ્રહલાદસિંહ જાડેજા પાણી પુરવઠા ના કાર્યપાલક ઈજનેર એન. એસ. પટેલીયા વાસ્મો ના મેનેજર જે. એલ. ચૌહાણ તાલુકા મામલતદાર કે. આર ચૌધરી તાલુકા વિકાસ અધિકારી કે. વી. મોઢેરા કાર્યપાલક ઈજનેર પંચાયત એમ. જે. ઠાકોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી આંકડા અધિકારી ડી જે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ પરમાર નાયબ મામલતદાર મહેશ ઠક્કર તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ. એલ. રાય ઇલેવનસિંહ રાજપૂત હરેશ પરમાર નિકુલસિંહ વાધેલા અરવિંદભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
આજે મળેલી વિકાસશીલ તાલુકા ની સંકલન બેઠકમાં વિવિધ એજન્ડા અંગે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં વિકાસશીલ તાલુકાઓના એસ્પીરેશનલ ઈન્ડીકેટર ના આધારે કરવામાં આવતા રેન્કિગમાં રાપર તાલુકાની સ્થિતિ સુધારા બાબતે તેમજ વિકાસશીલ તાલુકા રાપર ગ્રાન્ટ હેઠળ વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૧/૨૦૨૨ હેઠળ ના મંજુર થયેલા કામો અંગે ની રિવ્યુ ચર્ચા કરવા આવી હતી તેમજ આરોગ્ય વિભાગ શિક્ષણ આંગણવાડી પાણી પુરવઠા વાસ્મો જિલ્લા રોજગાર માર્ગ અને મકાન પ્રાથમિક શિક્ષણ મહેસુલ સહિત ના વિભાગ ના અધિકારીઓ સાથે રાપર તાલુકા ના વિકાસશીલ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અહેવાલ: પંકજ જોષી કચ્છ