Fri. Nov 22nd, 2024

કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક પલળ્યો, લાખોના નુકસાન

રવિવારે ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસતા ધરતી પુત્રોની ચિંતા વધી છે. ધોરાજીમાં બપોર બાદ કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો પાક પલળી ગયો છે. જેતપુર ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં  ખુલામાં રાખવામાં આવેલો પાક વરસાદના પાણીમાં ધોવાઈ જતા લખોનું નુકસાન થવા પામ્યું છે, સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર એક પછી એક મુશ્કેલી આવી રહી છે. પ્રથમ અતિવૃષ્ટિ સરકારની પાક સહાયમાં નીરસતા અને હવે કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી કરી છે.

યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પવળ્યો

ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની વેચવા માટે આવેલી જણસી ઉપર કમોસમી વરસાદ પડતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન ગયુ છે. રવિારે બપોર બાદ શરૂ થયેલા વરસાદને પગેલ જેતપુર ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની જણસી વેચવા માટે આવી હતી તે તમામ જણસી પલળી ગઈ હતી, જેમાં હાલ કપાસ અને મગફળીની સીઝન હોય જેતપુર-ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બહુ મોટા પ્રમાણમાં કપાસ અને મગફળીની આવક હતી. યાર્ડમાં આ પાકને ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. જેની ઉપર વરસાદ વરસતા મગફળી અને કપાસ પલળી ગયો હતો,

ખેડૂતોને લાખોનું નુકસાન

ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, ધોરાજી યાર્ડ દ્વારા કોઈ જાતની વ્યવસ્થા ના હોય અને આવા મુશ્કેલીના સમયમાં પણ યાર્ડ પાસે ખેડૂતોની જણસીને રાખવા માટે યોગ્ય કાર્યવાહી પણ ના કરવામાં આવતા ખેડૂતોની જણસી જે ખુલ્લા મેદાનમાં અને યાર્ડના રોડ ઉપર રાખવામાં આવી હતી તેની ઉપર વરસાદ વરસતા ખેડતોનો તૈયાર પાક વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે. જેના કારણે લખોનું નુકસાન જવા પામ્યું હતું.

અચાનક વરસાદે ખેડૂતોની ઉંઘ બગાડી

ભાવનગર જિલ્લામાં રવિવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આસો મહિનામાં ચોમાસાની વિધિવત વિદાય થઈ ચૂકી હોય છે. પરંતુ, રવિવારે જેસર અને મહુવા પંથકના ગામડાઓમાં બપોરના સમયે કમોસમી વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. મહુવાના બોરડી, કોટીયા, કળમોદર, વાવડી, રતનપર, બગદાણા, મોળપર, કરમદીયા, ખારી, ગળથર, બેલમર સહિતના ગામોમાં અચાનક વરસાદી વરસ્યો હતો.

Related Post

Verified by MonsterInsights