કરજણ: નર્મદા નદીના કિનારે આવેલા દેરોલીના ત્રણ લોકો નાવ લઈને નદીમાં માછી મારી કરાવા ગયા હતા. ત્યારે નદીમાં એક પદાર્થ તરતો દેખાતા નાવ, લઈને નજીક જતા એક પથ્થર તરતો હતો. જેથી પથ્થરને ફરી નદીમાં ધક્કો મારી ડૂબાડવાની કોશિષ કરતા પથ્થર પાછો નદીમાં તરતો થઈ ગયો હતો. જેથી માછીમારોએ આ પથ્થર લઈને દેરોલી ગામમાં આવતા લોકો જોવામાટે ઉમટી પાડ્યા હતા અને નર્મદા નદીના ઘાટ પર આવેલા નર્મદા માતાજીના મંદીરમાં તરતો પથ્થર મૂકવામાં આવેલુ છે.
કરજણ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલ દેરોલી ગામે નર્મદા નદીમાં દેરોલી ગામના જીતેન્દ્રભાઈ નગીનભાઈ માછી, રાજુભાઈ મહીજીભાઈ માછી અને રમેશભાઈ વસાવા ત્રણેય ઈસમો નાવડી લઈને નદીમાં માછીમારી કરતા હતા. ત્યારે બુધવારે સાંજે નદીના પાણીમા એક પદાર્થ જેવું તરતું દેખાયું હતું. જેથી નાવડી નજીક લઈ જઈને જોતા એક પથ્થર નદીના પાણી પર તરતો હતો.
જેથી માછીમારોએ પથ્થરને હાથથી ધક્કો મારવા છતા એ પાણીમાં દાબ્યો નહીં અને પાણીની સપાટી પર તરવા લાગ્યો હતો. જેથી માછીમારો આ પથ્થર લઈને ગામમા ગયા હતા. તો ગ્રામજનો પાણીમા તરતા પથ્થરને જોવા ભેગા થયા અને હાલમા તરતા પથ્થરને નદીના ઘાટ પાસે આવેલ નર્મદા માતાજીના મંદીરે મૂકવામાં આવ્યો છે. ત્યાંથી મહાદેવના મંદીરે મૂકવામાં આવશે. દરમિયાન તરતા પથ્થરનો વિડીયો સોશિયલ મીડીયામાં ફરતો થતા દેરોલી ગામની આજુબાજુના ગ્રામજનો તરતા પથ્થરને જોવા દેરોલી ખાતે ઉમટી પડ્યા છે.