કર્ણાટકના ચિકમંગલૂરમાં એક દલિત યુવક પર પોલીસ બર્બરતા આચરી છે. દલિત યુવકનું કહેવુ છે કે, તે ગોનીબીડૂ પોલીસ સ્ટેશનમાં સબ ઈંસ્પેક્ટરે સ્ટેશનમાં પહેલા તો તેને ખૂબ માર્યો, પૂછપરછ દરમિયાન પાણી માગ્યુ તો તેને જબરદસ્તી પેશાબ પિવડાવ્યો. યુવકે તેની ફરિયાદ રાજ્યના ડીજીપી પાસે કરી. ત્યાર બાદ મામલો નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગોનીબૂડ પોલીસ સ્ટેશન હદમાં આવતા દલિત વ્યક્તિ પુનીતે કોન્સ્ટેબલ પર આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેને 10 મેના રોજ ગ્રામિણોની મૌખિક ફરિયાદના આધારે ધરપકડ કરી હતી. તેના પર આરોપ લાગ્યો હતો કે, તે મહિલા સાથે વાત કરી રહ્યો હતો. જેનાથી ગામના લોકો નારાજ થઈ ગયા. પુનીતે કહ્યુ કે, મને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો અને ત્યાં ઢોરમાર માર્યો. મારા હાથ પગ બાંધી દીધા, મને ખૂબ તરસ લાગી. પાણી માગી રહ્યો હતો. તરસના કારણે મરવા જેવી હાલત થઈ ગઈ. પણ ચેતન નામના પોલીસ કર્મીએ અન્ય એક આરોપીને બોલાવી પેશાબ કરાવ્યો.
પુનીત આગળ જણાવે છે કે, ગામ લોકોથી બચવા માટે મેં જ પોલીસને બોલાવી હતી. પણ પોલીસે મને જ ધરપકડમાં લઈ લીધો અને પોલીસ સ્ટેશનમાં લાવીને બરબરતા આદરી હતી. મને છોડી મુકવાની જગ્યાએ જબરદસ્તી પેશાબ પીવડાવ્યો હતો. ત્યાર બાદ જ બહાર જવા દીધો. પોલીસ મને મારતી વખતે સમગ્ર દલિત સમુદાયને ગાળો આપતા રહ્યા.