દક્ષિણ મેક્સિકોમાં ભૂકંપના આકરા ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેના કારણે મેક્સિકો સિટીમાં ઈમારતો હચમચાવી લાગી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 માપવામાં આવી હતી. ભૂકંપ વિજ્ઞાનીઓ અને રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણી મેક્સિકોનું અકાપુલ્કોમાં 7.0ની શરૂઆતી તિવ્રતાવાળો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. નુકસાનની જાણકારી આપવામાં આવી છે. પણ વિવરણ હજૂ બાકી છે.
યુ.એસ સુનામી ચેતવણી સિસ્ટમનું જણાવ્યા અનુસાર, 7.4 તિવ્રતાનો ભૂકંપ બાદ મેક્સિકોના ગ્યુરેરોમાં સુનામીનો ખતરો છે. યુ.એસ જીઓલોજિકલ સર્વે (USGS) એ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.0 આપી હતી, જે અગાઉના 7.4 ના અંદાજથી નીચે છે.
તે સપાટીથી લગભગ 12 કિલોમીટર નીચે ત્રાટક્યું હતું, જેનાથી તે ખૂબ જ ખતરનાક ભૂકંપ બની ગયો. નુકસાન અથવા જાનહાનિની પૂરી જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ભૂકંપના આંચકા મેક્સિકો સિટી સુધી અનુભવાયા હતા, જ્યાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને ગેસ લીક થયાના અહેવાલ હતા.