Sat. Dec 21st, 2024

કોમર્સ માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર, આજથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને મોક રાઉન્ડ શરુ

ગુજરાત યનિવર્સિટી દ્વારા અંતે યુજી આર્ટસ અને યુજી કોમર્સ માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે મુજબ કોમર્સ માટે આજથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ કરી દેવાયુ છે. જ્યારે આર્ટસ એટલે કે બી.એ માટે આવતીકાલે ૨૧મીથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ શરૃ થશે.

ધો.૧૨ સામાન્ય પ્રવાહ પછીના બી.કોમ,બીબીએ, બીસીએ અને એમએસસી આઈટી ઈન્ટિગ્રેડ,એમબીએ ઈન્ટિગ્રેટેડ તેમજ આ વર્ષે નવા સમાવેશ કરાયેલા યુનિ.ભવનોના નવા ઈન્ટિગ્રેેટેડ કોર્સીસમા ધો.૧૨ કોમર્સના પરિણામના આધારે પ્રવેશઅપાય છે. જેમાં બી.કોમની ૬૪ કોલેજોની, બીબીએની ૧૨ કોલેજો અને બીસીએની ૧૮ કોલેજોની તેમજ ઈન્ટિગ્રેટેડ કોર્સની મળીને ૨૩૦ કોલેજો-ડિપાર્ટમેન્ટની ૪૦ હજારથી વધુ બેઠકો છે.

જેની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ક્વિક રજિસ્ટ્રેશન શરૃ કરાયા બાદ આજે ૨૦મીથી ફાઈનલ રજિસ્ટ્રેશન શરૃ કરી દેવાયુ છે.જેમાં વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. ક્વિક રજિસ્ટ્રેશનમાં ૪૦ હજાર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. ફાઈનલ રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ ૨૮મી જુન સુધી ચાલશે. ચોથીએ પ્રોવિઝનલ મેરિટ જાહેર થશે તેમજ ૧૨મીએ ફાઈનલ મેરિટ અને મોક રાઉન્ડનું પરિણામ જાહેર થશે.

૧૨ જુલાઈથી ૧૩ જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ થશે.પ્રથમ રાઉન્ડનું પરિણામ ૧૫ જુલાઈએ જાહેર થશે. જેમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ ૧૮મી સુધીમાં ફી ભરી દેવાની રહે અને ૧૯મી જુલાઈ સુધી કોલેજ ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવી રિપોર્ટિંગ કરવાનું રહેશે.૨૦મી જુલાઈથી કોમર્સ કોલેજો-ઈન્ટિગ્રેટેડ કોર્સીસમાં શિક્ષણ કાર્ય-પ્રથમ સત્ર શરૃ થશે.કોમર્સમાં ગત વર્ષે આઠ રાઉન્ડ બાદ પણ ચારથીપાંચ હજાર બેઠકો ખાલી રહી હતી.

Related Post

Verified by MonsterInsights