કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોરોના વાયરસથી સારી થયા બાદ ફરી એક વખત પાર્ટી મૂડમાં આવી ગઈ છે. બંને એક્ટ્રેસોને કરિશ્મા કપૂરના ઘર પર પાર્ટી માટે જતા જોવા મળી હતી. એટલું જ નહીં બંનેએ પેપરાજી માટે પૉઝ પણ આપ્યા હતા. કરીના કપૂર અહીં પોતાના પતિ સૈફ અલી ખાન અને પુત્ર તૈમુર અલી ખાન સાથે પહોંચી હતી. આ દરમિયાન તૈમુરનો અંદાજ પણ જોવા લાયક હતો. સ્ટાઈલિસ જીન્સ અને શર્ટમાં દેખાયેલો તૈમુર પણ માતા કરીના કપૂરની જેમ જ ખૂબ સજીધજી નીકળ્યો હતો. તે મોટી બહેન કરિશ્મા કપૂર સાથે કરીના મોટા ભાગે સમય વિતાવે છે કે પાર્ટી કરે છે.
અમૃતા અરોડાની વાત કરીએ તો તે કરિશ્મા કપૂરના ઘરે પોતાના પતિ શકીલ લદાકને લઈને પહોંચી હતી. પિંક રફ્લ ડ્રેસમાં અમૃતા અરોડા ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. તેનો પતિ પ્રિંટેડ શર્ટ અને ડાર્ક પેન્ટ પહેરીને હતો. મિત્ર સાથે પાર્ટી કરતા કરીના કપૂર ખાને તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં કરીના કપૂર ખાન અને અમૃતા અરોડાને સ્ટાઇલમાં પોઝ આપતા જોઈ શકાય છે. કરીના કપૂર ખાને ફોટો કેપ્શનમાં લખ્યું કે ‘અમે પાછા આવી ગયા.’
અમૃતા અરોડા, કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂર સાથે પાર્ટી કરી અને મલાઇકા અરોડા તેમાં ન હોય એવું તો બની જ નહીં શકે. મલાઇકા અરોડા ગ્રીન વેલવેટ આઉટફિટને પહેરીને આ પાર્ટીમાં પહોંચી હતી અને જાહેર રૂપે ખૂબ જ સુંદર લાગી રહી હતી. મલાઇકા અરોડાનો લૂક હકીકતમાં જોવા લાયક હતો. તેણે પોતાના આ સુંદર આઉટફિટ સાથે મોટો એમરલ્ડ લૉકેટ અને ટેન કલરના હાઇ હિલ્સ પહેર્યા હતા. મલાઇકા અરોડાએ પણ પેપરાજી માટે પોઝ આપ્યો હતો. પાર્ટીમાં મલાયકા અરોડા સાથે તેનો બોયફ્રેન્ડ અને એક્ટર અર્જૂન કપૂર પણ સામેલ થયો. ઓલ બ્લેક લૂકમાં અર્જૂન કપૂર ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.
કરીના કપૂર ખાન અને અમૃતા અરોડાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. બંને એક્ટ્રેસના ફેન્સ આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ BMCએ ગત દિવસોમાં બંનેને કહ્યું હતું કે કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોરોના વાયરસના બધા નિયમો અને દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરીને ઘણી પાર્ટીઓમાં હિસ્સો લઈ રહી હતી. જેના કારણે બંને કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે.