Tue. Dec 24th, 2024

કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા હોય તો ગિરનાર, પાવાગઢ, અંબાજી રોપ-વેમાં કરવા મળશે મફત સવારી

ભારતસરકાર કોરોના પ્રતિરોધક રસી તમામ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસો કરી રહી છે. હાલ ભારત દેશનું વેક્સિનેશન 100 કરોડને આંબવા જઈ રહ્યું છે. જે કદાચ આવતીકાલ સુધી સો કરોડનું લક્ષ્યાંક પુર્ણ થવાની શક્યતાઓ છે.  ત્યારે રોપ-વેની ઉષા બ્રેકો કંપનીએ આ તબક્કે 100 કરોડ જનતા વેક્સિનેશનનો આંક પૂર્ણ કરે તેનું સેલિબ્રેશન કરવાનું નક્કી કર્યું છે. આ 100 કરોડ જનતાનું વેક્સિનેશન થતાની સાથે જ ઉષા બ્રેકો કંપનીએ અંબાજી ,પાવાગાઢ અને ગિરનાર રોપ-વેમાં આવતા પ્રથમ 100 યાત્રિકોને મફત દર્શન કરાવાનું આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે યાત્રિકે રસીના બંને ડોઝ લીધા હશે અને તેમના પ્રમાણપત્ર તેમની પાસે હશે તો જ રીટર્ન ટિકિટ સાથે નિઃશુલ્ક યાત્રા કરી શકશે.

બીજી બાજુ ગીરનાર રોપ-વે એક વર્ષ પુર્ણ કરી રહ્યુ છે. અને 100 કરોડ વેક્શીનેશન સેલીબ્રેશનના ભાગરૂપે રોપ-વેની ઉષા બ્રેકો કંપનીએ રોપ વેમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે. જે યાત્રિકોએ વેક્સીનના બે ડોઝ લઇ લીધા હશે તેઓ ગીરનાર, પાવાગઢ, અને અંબાજી રોપવેમાં મફતમાં સવારી કરી શકશે.

 

Related Post

Verified by MonsterInsights