તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર કે મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે સરકાર પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ યુવાનોને 4000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના કે સમાચાર સાચા છે કે ખોટા તે બાબતે ભારત સરકારના PIB દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. PIB Fact Check કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા જેવી કોઈ યોજના ચાલવામાં નથી આવી રહી.