Thu. Jan 2nd, 2025

કોરોના કાળ દરમિયાન સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો, રોકાણ કરવા માટે સોનું ઉત્તમ વિકલ્પ, 2025 સુધીમાં કિંમતમાં થશે 10 ગણો વધારો

કોરોનાને કારણે દુનિયાભરના દેશોને મોટા આર્થિક નુક્શાનનો સામનો કરવો પડી રહ્યો છે અને હજી પણ સામનો કરવો પડશે.લૉકડાઉનના કારણે વસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો, ટુરિઝમ બંધ વગેરેને કારણે અર્થતંત્રને મોટા પ્રમાણમાં નુક્શાન થઇ રહ્યુ છે. પરંતુ આપણે જોયુ કે કોરોના કાળ દરમિયાન સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો એની પાછળ કારણ એ છે કે લોકો હાલમાં અન્ય જગ્યાએ નિવેશ કરવાને બદલે સોનામાં નિવેશ કરવું સેફ અને યોગ્ય માની રહ્યા છે.

લોકોએ વધુને વધુ સોનું ખરીદવુ જોઇએ અને લોકરમાં રાખવાની જગ્યાએ પોતાની પાસે જ રાખવુ જોઇએ કારણ કે જો ક્યારેક સરકાર કમજોર થાય છે તો તે પ્રજાનું સોનું પોતે અધિગ્રહ કરી શકે છે. માટે સોનું પોતાની પાસે જ રાખવુ જોઇએ જેથી જરૂરિયાતના સમય પર તેનો ઉપયોગ થઇ શકે.

સોનાના ભાવનો ઇતિહાસ

સોનાના ભાવનો ઇતિહાસ જોઇએ તો તેમાં હંમેશા ચઢતી જોવા મળી છે. ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી થાય છે. ભારતના પુરાણોમાં અને ધર્મમાં પણ સોનાનું ખૂબ મહત્વ છે. અને સૌથી વધુ સોનું પણ ભારતમાં જ છે. જ્યારે પણ બજારમાં મંદીનો માહોલ ઉભો થાય છે ત્યારે સોનાનો ભાવ વધે છે લોકો વધુને વધુ સોનામાં રોકાણ કરવા માંગે છે કારણકે કોઇ પણ મુસિબતના સમયે સોનામાંથી તરત રોકડ રકમ ઉભી કરી શકાય છે સાથે તેના ભાવ વધતા રહેતા હોવાને કારણે ગ્રાહકને ફાયદો પણ થાય છે.

જ્યારે શેયર માર્કેટ ડાઉન થવા લાગે અને સોનાનો ભાવ વધવા લાગે ત્યારે મંદીનો અહેસાસ થાય છે. જ્યારે ડિમાન્ડની સામે સપ્લાય ઓછી થાય ત્યારે માર્કેટમાં મંદીની પરિસ્થિતી ઉભી થાય છે. 2022 સુધી દેશના બજારમાં મંદીની સમસ્યા ઉભી થશે.

ભારતમાં લગભગ કુલ 34 હજાર મેટ્રિક ટન જેટલું સોનું છે. જો દુનિયાના 75 ટકા GDP વાળા દેશોની કુલ મુદ્રામાં તેને જોડી લઇએ અને 34,000 મેટ્રિક ટન સાથે ભાગાકાર કરીએ તો એક તોલા સોનાની કિંમત 1770 ડૉલર પ્રતિ તોલાથી વધીને 15,000 થી 20,000 ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. હવે અમેરિકા પાસે બે જ વિકલ્પ હશે 1 તે પોતાની જાતને દેવાળીયું જાહેર કરી દે અથવા તો વધેલા વ્યાજના દર પર લોન લેશે તેવામાં ડૉલરનું મૂલ્ય ઘટી જશે એટલે અમેરિકી ડૉલર અને યૂરોની તુલનામાં સોનું મોંઘુ થશે.

Related Post

Verified by MonsterInsights