Sat. Dec 21st, 2024

ખેડૂતો માટે સારા સમાચાર, ખરીફ પાક માટે સરકારે MSP માં વધારો કર્યો

કોરોના મહામારી દરમિયાન સતત બીજા વર્ષે સરકારે ખરીફ પાકના ન્યૂનતમ ટેકાના ભાવ માં વધારો કર્યો છે, જેનાથી ખેડૂતોને ફાયદો થશે. કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના નવા એમએસપીને મંજૂરી આપવામાં આવી છે. તલના એમએસપીમાં રૂ. 452, તૂર અને અડડ દાળમાં રૂ. 300 નો વધારો કરાયો છે. ડાંગરની એમએસપી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,868 થી વધારીને 1,940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂ. 72 વધુ કરવામાં આવી છે.

કેન્દ્ર નવા એમએસપી પર 25,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ગત વર્ષે 1 જૂનના રોજ 14 ખરીફ પાકના એમએસપીમાં વધારો કરાયો હતો. 2020-21 માં ડાંગરની MSP 1815 રૂપિયાથી વધારીને 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી હતી.

બાજરીની એમએસપી રૂ. 2250 થઈ છે

બાજરા પરની એમએસપી 2150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 2250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષોમાં, ખેડૂતોની હિતમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો થાય. ખેડૂતોના થયેલા ખર્ચમાં કરતાં 50% નફો ઉમેરીને 2018 થી એમએસપી જાહેર કરવામાં આવે છે.

ખરીફ પાકમાં કયા પાક આવે છે

ડાંગર (ચોખા), મકાઈ, જુવાર, બાજરા, મગ, મગફળી, શેરડી, સોયાબીન, અડદ, તુવેર, જૂટ, શણ, કપાસ વગેરે. જૂન-જુલાઈમાં ખરીફ પાકની વાવણી થાય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેમની લણણી કરવામાં આવે છે.

બાજરીમાં સૌથી વધુ ફાયદો મળ્યો

સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, બાજરીના ખર્ચ સામે તેમાં સૌથી વધારે ફાયદો થશે. બાજરાની કિંમત ખર્ચ કરતા 85% વધારે છે. ત્યારબાદ અડદનો નંબર આવે છે જેમાં 65% વળતર મળે છે.

Related Post

Verified by MonsterInsights