Sun. Sep 8th, 2024

ગજબ! જાપાનમાં માત્ર 1 મિનિટ લેટ થઇ બુલેટ ટ્રેન : થશે આ મોટી કાર્યવાહી

ભારતમાં ટ્રેનો લેટ થવું સામાન્ય વાત છે. પરંતુ, કેટલાંક એવા પણ દેશો છે જ્યાં ટ્રેનો એકદમ સમયસર ચાલતી રહે છે. તો, જાપાનમાં તો બુલેટ ટ્રેનો સમયસર દોડવા માટે દુનિયાભરમાં જાણીતી છે. એવામાં અહીં એક બુલેટ ટ્રેન માત્ર એક મિનિટ લેટ થઇ તો એક્સપર્ટ્સના કાન અને જીવ અધ્ધર થઇ ગયા. આ મામલાની તુરંત તપાસ શરૂ કરવામાં આવી તો સામે આવ્યું કે ટ્રેનના ડ્રાયવરના ટોયલેટ જવાને કારણે આ મોડું થયું હતું.

વગર ડ્રાયવરે 3 મિનિટ સુધી ચાલતી રહી ટ્રેન

તપાસ દરમ્યાન ડ્રાયવરે સ્વીકાર્યું કે તેને પેટના નીચેના ભાગે અજીબ પ્રકારની પીડા થવા લાગી જેને કારણે તેને તુરંત ટોયલેટ જવું પડ્યું. આ દરમ્યાન તેણે ટ્રેનનો કંટ્રોલ એક અપ્રશીક્ષીત કંડકટરને આપી દીધો. જેને લઈને 160 મુસાફરોને લઇ જય રહેલી ટ્રેન 150 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે દોડી રહી હતી અને તે સમયે ટ્રેનનો ડ્રાયવર પોતાની જગ્યાએ નહતો.

કોમ્પ્યુટર કંટ્રોલ્ડ હોય છે બુલેટ ટ્રેન

આમ તો બુલેટ ટ્રેન કોમ્પ્યુટર કંટ્રોલ્ડ હોય છે. આ ટ્રેનોમાં ડ્રાયવરનું કામ જરૂર પડે મુસાફરોની સુરક્ષા માટે મેન્યુઅલ બ્રેક લગાવવાનું કે મુસાફરોને સમયસર પહોંચાડવા માટે ટ્રેનની ઝડપ વધારવા માટેનું જ હોય છે. એટલે જો ટ્રેન સમય સાર પહોંચી જતી તો કોઈનું તે વાત પર ધ્યાન ન જતું કે ડ્રાયવર પોતાની જગ્યાએ નથી.

નજીકના સ્ટેશને રોકી શકતો હતો ટ્રેન

પ્રોટોકોલ મુજબ ડ્રાયવર કમાન્ડ સેન્ટર સાથે વાત કરીને કોઈ યોગ્ય કંડકટરને ટ્રેનનો કંટ્રોલ આપવું જોઈતું હતું જેથી ડ્રાયવરની ગેરહાજરીમાં તે ટ્રેનનું નિયંત્રણ સાચવી શકે. આ ઉપરાંત ડ્રાયવર કોઈ નજીકના સ્ટેશન પર કેટલીંક મિનિટો માટે ટ્રેન રોકી પણ શકતો હતો, પરંતુ ડ્રાયવર ટ્રેન રોકીને મુસાફરોને મોડું નહોતો કરાવવા માંગતો. આ ઘટના અંગે પૂછવામાં આવ્યું કે ડ્રાયવરે પોતાના સિનિયર્સને ઘટનાની સૂચના કેમ ન આપી તો ડ્રાયવરે કહ્યું કે કે તેને આ બધું જણાવવું શરમજનક લાગ્યું એટલે તેણે પોતાના સિનિયર્સને આ અંગે ન જણાવ્યું.

Related Post

Verified by MonsterInsights