યાત્રાધામ અંબાજી
અંબાજી સ્થિત ગબ્બર પર્વત ખાતે 8મો પાટોત્સવમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો કોરોનાને લઈ રદ્દ કરાયા
મુખ્યત્વે માતાજીની પાલખી યાત્રા સાથે ધજાઆરોહણ કરવામાં આવશે
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પાટોત્સવમાં ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવા નક્કી કરાયું હતું
છેલ્લી ઘડીએ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અમે સરકારની SOP નું ઉલંઘન ન થાય તે માટે તમામ કાર્યક્રમો રદ્દ
એક દિવસના પાટોત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરશે અને બાકી તમામ કાર્યક્રમો રદ્દ રાખવામાં આવ્યા
આ યાત્રામાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ સહિત યાત્રાળુઓ પણ જોડાશે
શક્તિપીઠના પાટોત્સવ નિમિત્તે ગબ્બર ટોચ, શક્તિપીઠ મંદિરોમાં ત્રણ જગ્યા ખાતે વિશિષ્ટ યજ્ઞ પણ કરવામાં આવશે
વિધિ વિધાન સાથે ધજાઆરોહણ પણ કરવામાં આવશે
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ એક સ્વપ્ર હતું અને જે સાર્થક બન્યું છે
આ આઠમો પાટોત્સવ સાદગી પૂર્વક રીતે મનાવવામાં આવશે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*