ગુજરાતના ઘણા લોક હવે ખેતીમાં આગળ વધી રહ્યા છે. જુદા જુદા પ્રકારની ખેતી કરીને માણસો ઘણા સારા પૈસા કમાતા હોય છે. તેઓ જ કિસ્સો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા ભોયણ ગામના ખેડૂત શ્રીકાંતભાઈ પંચાલ સાથે થયો હતો. શ્રીકાંત ભાઈએ તેમના પોતાના ખેતરમાં જિરેનિયમની ખેતી શરૂ કરી હતી.
ત્યારે બધા લોકોને નવાઈ લાગતી હતી. કારણ કે આ ખેતી મોટાભાગના લોકો વિદેશમાં જ કરતા હોય છે. પણ શ્રીકાંતભાઈએ તેમની સાત વિઘાની જમીનમાં જીરેનિયમના છોડ ઉગાડ્યા અને જીરેનિયમ ફૂલોમાંથી તેલ કાઢવા માટે પણ એક છોડ લગાવ્યો હતો. આથી શ્રીકાંત ભાઈ કહેતા કે શરૂઆતમાં મેં જયારે જીરેનિયમની ખેતી શરૂ કરી ત્યારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
શ્રીકાંત ભાઈએ સખત મહેનત કરીને જીરેનિયમ છોડમાંથી ઘણું ઉત્પાદન મેળવ્યું હતું. શ્રીકાંતભાઈ જિરેનિયમની ખેતી કરીને ફૂલોમાંથી તેલ ઉત્પન્ન કરતા હતા. આથી શ્રીકાંતભાઈ ને એક લીટર તેલના ચૌદ હજાર રૂપિયા મળતા હતા. આથી આ છોડને ગરીબોનો ગુલાબ પણ કહેવામાં આવે છે. આ તેલની બજારમાં ઘણી માંગ જોવા મળતી હતી.
આ તેલનો ઉપયોગ વિવિધ દવાઓના ઉત્પાદનમાં થતો જોવા મળતો હતો. આ જીરેનિયમના છોડનું તેલ ગુલાબ જેવી સુગંધ આપે છે, આ તેલનો ઉપયોગ બ્યુટી પ્રોડક્ટ્સ, પરફ્યુમ અને સુગંધિત સાબુમાં પણ કરવામાં આવે છે. કારણ કે આ છોડના તેલમાં ઔષધિઓના ગુણો રહેલા હોય છે જેથી તે અલ્ઝાઇમર સામે રક્ષણ આપતા હોય છે.
આ સિવાય આ તેલનો ઉપયોગ ખીલ, બળતરા જેવી સમસ્યાઓમાં પણ થતો જોવા મળતો હોય છે. આ છોડના તેલનો ઉપયોગ વૃદ્ધાવસ્થાની દૃશ્યમાન અસરોને પણ અટકાવતો જોવા મળે છે.અને સ્નાયુઓ, ત્વચા, વાળ અને દાંતને થતા નુકસાનથી પણ બચાવવામાં મદદ કરે છે. આથી આ તેલની માંગ બજારમાં વધારે હોવાથી આપણે જિરેનિયમની ખેતી કરીને સારી આવક મેળવી શકીએ છીએ.