ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા પછી આજે કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ છે. ભુપેન્દ્ર પટેલની ટીમમાં 2 મહિલાઓ સહિત 24 મંત્રીઓનો સમાવેશ છે. જેમાં 10 કેબિનેટ મંત્રીઓ અને બાકીના 14 રાજ્યકક્ષાના મંત્રીઓ સામેલ છે. તેમાંથી રાજ્યકક્ષાના પાંચ મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપાયો છે.તમામ 24 નવા મંત્રી અને નવા ચહેરા છે. ભારતમાં આ પ્રથમ નો રિપિટ મંત્રીમંડળ છે. 24 મંત્રીઓ ઉપરાંત સ્પીકર નિમાબેન આચાર્ય પણ નવો ચહેરો છે.
જૂના નેતાઓએ બિનઅનુભવી નવા મંત્રીઓને બિરદાવ્યા હતા અને તેમને ઉત્સાહભેર વધાવી લીધા હતા. વાસ્તવમાં સૌથી વધુ નારાજ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, “હું પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક છું. આ કુદરતનો નિયમ છે. આપણે નવાને આવકારવા જોઈએ. ભાજપનો હિસ્સો હોવા બદલ મને આનંદ છે અને હું શિસ્તબદ્ધ રીતે કામ કરવાનું ચાલુ રાખીશ.”ભુપેન્દ્ર પટેલ સ્વયં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને હવે મુખ્યમંત્રી બન્યા છે. વિજય રુપાણીની ટીમના 23માંથી એક પણ મંત્રીને નવા મંત્રાલયમાં સ્થાન નથી મળ્યું.
રાજ્યના કેબિનેટ ને રાજ્યકક્ષાના મંત્રીઓની યાદી આ પ્રમાણે છેઃ
ભુપેન્દ્ર પટેલ – વહીવટી સુધારણા, ગૃહ, પોલીસ આયોજન
કેબિનેટ મંત્રીઓ
રાજેન્દ્ર ત્રિવેદી (વડોદરા) – મહેસુલ અને કાયદો
જિતુ વાઘાણી (ભાવનગર વેસ્ટ) – શિક્ષણ મંત્રાલય
ઋષિકેશ પટેલ (વીસનગર) – આરોગ્ય
પૂર્ણેશ મોદી (સુરત)- માર્ગ મકાન વિભાગ
રાઘવજી પટેલ (જામનગર) – કૃષિ અને ગ્રામ્ય વિકાસ
કનુ દેસાઈ (પારડી) – નાણા, ઉર્જા, કેમિકલ્સ
કિરિટસિંહ રાણા (લીંબડી) – વન, પર્યાવરણ
નરેશ પટેલ (ગણદેવી) – આદિજાતિ વિકાસ
પ્રદીપ પરમાર (અસારવા) – સામાજિક ન્યાય, અધિકારીતા
અર્જુનસિંહ ચૌહાણ (મહેમદાબાદ) – ગ્રામ વિકાસ, ગૃહ નિર્માણ
રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી (મજુરા) – રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક બાબતો
જગદીશ પંચાલ (નિકોલ) – કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ
બ્રિજેશ મેરજા (મોરબી) – શ્રમ, રોજગાર, પંચાયત
જીતુ ચૌધરી (કપરાડા) – પાણી પૂરવઠો, કલ્પસર
મનીષા વકીલ (વડોદરા) – મહિલા અને બાળ વિકાસ
દેવા માલમ (કેશોદ) – પશુપાલન અને ગૌસંવર્ધન
રાજ્યકક્ષાના મંત્રીઓ
મુકેશ પટેલ (ઓલપાડ) – કૃષિ રાજ્ય મંત્રી, ઉર્જા
નિમિષા સુથાર (મોટવા હડફ) – આદિજાતિ વિકાસ
અરવિંદ રૈયાણી (રાજકોટ-ઇસ્ટ) – વાહન વ્યવહાર
કુબેર ડિંડોર (સંતરામપુર) – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
કીર્તિસિંહ વાઘેલા (કાંકરેજ) – પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ
ગજેન્દ્ર પરમાર (પ્રાંતિજ) – અન્ન, નાગરિક પૂરવઠો
રાઘવજી મકવાણા (મહુવા) – સામાજિક ન્યાય
વિનોદ મોરડિયા (કતારગામ) – શહેરી વિકાસ