ગુજરાતમાં કોરોનાના નવા નહીંવત કેસ નોંધાઈ રહ્યા છે અને દિવાળી બાદ પણ સંક્રમણ કાબૂમાં છે ત્યારે રાત્રિ કર્ફ્યૂને લઈને સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ હટાવવા અને કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી શકે છે.
પ્રાપ્તા માહિતી પ્રમાણે, રાજ્યના મોટા શહેરોમાં આગામી 1 ડિસેમ્બરથી રાત્રિ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે, તો આ સાથે જ લગ્નની સિઝન ધીમે-ધીમે જામી રહી છે ત્યારે લગ્ન અને સામાજિક પ્રસંગોને લગતા નિયમોમાં છૂટછાટ મળી શકે છે. જો કે, વેક્સિનના 2 ડોઝ ન લેનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, 1 હજાર જેટલા લોકો ભેગા થવાની રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરની સંભાવના નહીવત હોવાથી સરકાર નિયંત્રણો હટાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ ડિસેમ્બરથી રાજ્યમાં વાઈબ્રન્ટ ગુજરાતને લગતા કાર્યક્રમોની શરુઆત થવાની છે. આ દરમિયાન અન્ય રાજ્યમાંથી આવનારા લોકોને રાત્રે મુસાફરી કરવાની જરૂર પડી શકે છે. આ સિવાય અન્ય સેમિનાર અને કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપી શકે છે. માટે સરકારે તે સમયે પણ છૂટછાટ આપવી પડી શકે છે. હવે આ બાબતે પૂરતી ચર્ચા કરીને ટૂંક સમયમાં કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે.
આ દરમિયાન એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે કદાચ હવે દેશમાં કોરોનાની ત્રીજી લહેર નહીં આવે. તેમણે કહ્યું કે આ વાતની આશંકા બહું ઓછી છે કે દેશમાં પહેલી અને બીજી લહેરની જેમ ત્રીજી લહેર આવશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે જે રીતે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.