Wed. Jan 22nd, 2025

લાખણીમાં 11 ઇંચ વરસાદ, રાજ્યમાં 6 વ્યક્તિનાં મોત

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમધોધાકટ વરસાદ પડ્યા પછી મેઘરાજાએ સુકાન બદલ્યું છે મંગળવારે ઉત્તર ગુજરાત પર સાંબેલાધારે વરસીને સૂકા પ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ સર્જી છે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં આભ ફાટ્યું હોય એમ જોવા મળે છે, ત્યાં 11 ઇંચ વરસાદ થતાં જનજીવન પર ભારે અસર પડી છે. મહેસાણા અને બેચરાજીમાં 4-4 ઇંચ વરસાદ પડ્યો.

છેલ્લા 24 કલાકમાં વરસાદ પડવાથી છ વ્યક્તિઓનાં મૃત્યું થયાંના સમાચાર છે.

પાટણના હારિજ પાસેના નાણા ગામે વીજ કરંટ લાગતાં સાસુ-વહુનાં મોત નિપજ્યું છે.

કચ્છના મીઠીરોહરમાં કરંટ લાગતાં બે યુવાનો મૃત્યું પામ્યા છે.

અંતરજાળમાં વીજળી પડતાં યુવાનનું મોત થયું છે.

અંજારના તળાવમાંથી યુવાનની લાશ મળી આવી છે.

નવસારી શહેર ઉપરાંત ચિખલીમાં 94 મીમી,

બનાસકાંઠાના દાંતીવાડામાં 92,

સરહદી વાવમાં 79

અને સુઇગામમાં 77 મીમી વરસાદ

વરસાદ પડવાથી જિલ્લાઓ-તાલુકાઓમાં ઠેર ટેર પાણી ભરાઈ ગયાં છે. નડા બેટમાં પાણીનો જબ્બર ભરાવો થતાં રણ જાણે દરિયો બન્યું હોય એવી સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મંગળવારે દિવસ દરમિયાન વરાપ નીકળ્યો છે. જો કે જુનાગઢ જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં મધરાતે અડધાથી બે ઇંચ જેટલો વરસાદ થયાના સમચાર છે.

ડાંગના વઘઇમાં 65,

નવસારીના વાંસદામાં 62,

પાટણના સિદ્ધપુરમાં 61,

બનાસકાંઠાના થરાદમાં 60,

તાપીના ડોલવણમાં 56,

ઊંઝામાં 49,

ચાણસ્મા અને સુરતના ઓલપાડમાં 47,

નવસારીમાં 46,

આહવા-જલાલપોર-ખેરગામમાં 45મીમી,

પાટણના સરસ્વતીમાં 44,

પાટણ શહેરમાં 43 મીમી

મહેસાણાના જોટાણામાં પોણા બે ઈંચ,

હિંમતનગરમાં પોણા બે ઇંચ,

તલોદ અને પ્રાંતિજ પંથકમાં દોઢ ઇંચ,

શંખેશ્વરમાં પોણો ઇંચ વરસાદ હતો.

અમદાવાદ જિલ્લાના દેત્રોજ-રામપુરા ભંકોડામાં 40મીમી,

સાબરકાંઠાના તલોદમાં 39,

પ્રાંતિજમાં 35,

વડનગર, પાલનપુર, પલસાણા અને સમીમાં 32,

ડીસામાં 30,

નડિયાદમાં 29,

બાવળામાં 27,

શંખેશ્વર-કડીમાં 26,

દસ્ક્રોઇમાં 24,

સાણંદ અને દસાડામાં 23,

કાંકરેજ-વિસનગર-ખેડબ્રહ્મામાં 22 વરસાદ નોંધાયો હતો.

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા કલેકટર દ્વારા નવસારી અને જલાલપોર તાલુકામાં આવેલી આંગણવાડી શાળાઓ કોલેજો આઈ.ટી.આઈ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અન્ય તાલુકાઓમાં પરિસ્થિતી જોઈ શાળા અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવશે.

Related Post

Verified by MonsterInsights