કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સરકારે પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ થાળે પડતા ટુરિસ્ટ સ્થળો ફરીથી ખૂલ્લા મૂકાવાની તૈયારી ચાલી રહી છે. આવામાં આજથી ગુજરાતનું આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજથી પ્રવાસીઓ માટે ખૂલવા જઈ રહ્યું છે.

કોરોનાના કેસ વધતા દુનિયાનુ સૌથી ઊંચુ સ્ટેચ્યુ બંધ કરાયું હતું. SOU વહીવટ તંત્ર દ્વારા ટિકિટ બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના દરવાજા ફરીથી ખુલ્લા મૂકાયા છે. ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયુ છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી પ્રવાસીઓથી ધમધમતુ થશે. આ કારણે યુનિટી પાસે ચહલપહલ વધી ગઈ છે. પ્રવાસીઓ વધતા સ્થાનિક લોકોના વેપાર ધંધાને પણ વેગ મળશે.

ગત માર્ચ મહિનામાં કોરોનાંની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યુ બંધ રહયું હતું. બીજી લહેર માર્ચ 2021 માં આવી ત્યારે આ વખતે ખુલ્લુ રાખવામાં આવ્યું હતું પણ પ્રવાસીઓ નામ માત્ર આવતા હતા ત્યાર બાદ બંધ કરવામાં આવ્યું હતું. પણ આજથી ફરીથી આ સ્થળ શરૂ કરાશે. આ સાથે જ હોટલો અને ટેન્ટ સિટીઓની પણ ઇન્ક્વાયરી શરૂ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીના એક નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી બસો પણ ડિઝલના બદલે ઇલેક્ટ્રિક બસો વપરાશે. ઇ-વાહનનો મેઇનટેનન્સ વર્કશોપ તથા ચાર્જિંગ સ્ટેશન પણ અત્રે ઊભા કરાશે.

કેવડિયા ખાતે પ્રદુષણ ફેલાવતા કોઈ ઉદ્યોગો નથી, બે જળ વિદ્યુત મથકો છે જે વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય મિત્ર જેવી વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ વિસ્તારને માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ માટે આરક્ષિત કરાતાં હવા અને અવાજનું પ્રદુષણ ઘટશે અને આ અજોડ પ્રવાસન સ્થળની યશકલગીમાં એક પીછું ઉમેરાશે. એટલું જ નહીં પણ ભારતના અને વિશ્વના વિવિધ સ્થળોએથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વ્યવસ્થા નિહાળીને પર્યાવરણની જાળવણી માટે વધુ સજાગ અને પ્રોત્સાહિત બનશે અને અહીંથી એ સંદેશો લઈને પરત જશે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights