ગુજરાત રાજ્યમાં હવે ટૂંક સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવીટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે અનેક જિલ્લામાં 4થી 6 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 જૂનના દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, 5 જૂને બોટાદ, રાજકોટ, જૂનાગઢ, હીર સોમનાથ દીવ જ્યારે છ જૂનના દમણ, દાદરાનગર હવેલી ભાવનગર, મોરબી, કચ્છ અને દીવમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.
હવામાન વિભાગે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે વર્ષ 2021નું ચોમાસું નૈઋત્યનું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે. જેમાં દેશભરમાં જૂનથી સપ્ટેબર સુધીમાં 96થી 104 ટકા જેટલો વરસાદ વરસશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 92થી 108 ટકા, દક્ષિણ ભારતમાં 93થી 107 ટકા, અને ઉત્તર પૂર્વ ભારતમાં 95 ટકાથી ઓછો વરસાદ પડશે. જ્યારે મધ્ય ભારતમાં 106 ટકા જેટલો વરસાદ પડવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.