Sun. Sep 8th, 2024

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં આંશિક વધારો : આજે નવા 13050 કેસ : 12121 દર્દીઓ સાજા થયા

ત્રણ દિવસ કેસો ઘટયા બાદ આજે કોરોનાના દૈનિક કેસોમાં આંશિક વધારો નોંધાયો છે. ગુજરાતમાં આજે નવા 13000થી વધુ કેસો સપાટી પર આવ્યા છે. જ્યારે રાહતની વાત એ છે કે, 12000થી વધુ દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 148297 અને રિકવરી રેટ 74.85 થયો છે. 778 દર્દીઓ હાલ વેન્ટીલેટર ઉપર છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 13050 કેસો નોંધાયા છે જ્યારે 131 દર્દીઓના મૃત્યુ થયા છે અને 12121 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 778 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 147519 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 7779 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 620472 પર પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 464396 દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 4754, સુરત 1574, વડોદરા 943, જામનગર 728, રાજકોટ 726, ભાવનગર 472, મહેસાણા 4પ9, જુનાગઢ 350, ગાંધીનગર 309, નવસારી 200, ખેડા – સાબરકાંઠા 198, મહિસાગર 195, દાહોદ – કચ્છ 162, ગીર સોમનાથ 149, નર્મદા 143, આણંદ 138, વલસાડ 120, પંચમહાલ 110, અમરેલી 108, ભરૂચ 106, મોરબી 104, અરવલ્લી 102, બનાસકાંઠા 100, છોટા ઉદેપુર 90, પાટણ 84, તાપી 78, સુરેન્દ્રનગર 62, દેવભૂમિ દ્વારકા 57, પોરબંદર 37, બોટાદ 23, ડાંગ 9.

Related Post

Verified by MonsterInsights