Sun. Dec 22nd, 2024

ગુજરાતમાં “ગુલાબ”ની અસર,ત્રણ દિવસ થશે ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ,  સુરત, તાપી, નવસારી, ડાંગ, જામનગર, આણંદ, નર્મદા, દેવભૂમિ દ્વારકા અ ને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.  જેથી આ જિલ્લાઓ અને આસપાસના જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની ૧૭ ટીમ તૈનાત કરવામાં આવી છે અને ત્રણ ટીમ વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. આ ઉપરાંત અહીં એસ.ડી.આર.એફ.ની આઠ ટીમ તૈનાત કરવામાં આવી છે અને ત્રણ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

ગુલાબ વાવાઝોડાંની સિસ્ટમમની ગુજરાત પર પણ અસર પડી છે અને રાજ્યના મોટાંભાગના વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે આખો દિવસ વરસાદ વરસ્યો હતો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે.

રાજ્ય સરકારની વેધર વૉચ બેઠકમાં સિંચાઇ વિભાગ તરફથી જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે રાજ્યના ૨૦૬ જળાશાયોમાં કુલ સંગ્રહશક્તિના ૮૦.૦૨ ટકા જથ્થો છે અને આગામી દિવસોની ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખી આયોજન તૈયાર કરાયા છે. ેજ પ્રમાણે ૯૮ જળાશય હાઇએલર્ટ પર, ૯ જળાશય એલર્ટ પર અને ૧૩ જળાશય અત્યારે વોર્નિંગ પર છે.  આજે રાજ્યના કુલ ૧૮ જિલ્લાઓ અને ૫૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લાના આહવામાં ૨.૩ ઇંચ નોંધાયો છે.

Related Post

Verified by MonsterInsights