Sun. Dec 22nd, 2024

ગુજરાતમાં દારૂબંધી પર સવાલ, CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી મળી આવ્યો દારૂનો જથ્થો

ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળો પર જ જોવા મળે છે. અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે.

CID ક્રાઈમના ઇન્ચાર્જ DySP રજા ઉપર હોવાથી તેમની સરકારી ગાડી લઈને ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી અને જયેશ ચૌધરી રાજસ્થાન દારૂ ભરવા ગયા હતા. રાજસ્થાનથી પરત ફરવા સમયે બનાસકાંઠા LCB પોલીસે તપાસ કરતાં ગાડીમાંથી 17 પેટી દારૂ મળી આવ્યો હતો. જેથી પાંથાવાડા પોલીસે ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીની અટકાયત કરી છે.

4 જૂનના રોજ રોજ રાત્રીની સમયે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘોર ચાર રસ્તા મુકામે CID ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિષ્ણુ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ ત્યારે તકનો લાભ ઉઠાવ્યો જ્યારે નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોય તે દરમ્યાન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકની નજર ચુકવીને તેમની સરકારી બોલેરો ગાડી નં GJ 18 G 5698માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન પહોંચી ગયા હતા.

જ્યાં ભારતીય બનાવટના વિદેશી દારુની કૂલ બોટલ નંગ 294 બોટલ કારમાં ભરી હતી જેની કિમત રૂપિયા 1,21,140 થાય છે. જો કે તેઓ દારુ લઈને પરત ફરે તે પહેલા જ બન્નેને પાંથાવાડા પોલીસે પકડી પાડ્યા હતા.

Related Post

Verified by MonsterInsights