ગુજરાતમાં આગામી 24 કલાકમાં અત્યંત ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા સતત વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના કુલ આઠ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો કે રાજ્યમાં હજુ મધ્ય ગુજરાતમાં દાહોદ અને ગાંધીનગરમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે.